શું વંદે મેટ્રો ટ્રેન મુંબઈમાં એસી લોકલ તરીકે દોડશે?

28 March, 2023 10:17 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ચેનાબ બ્રિજ પર ટ્રૅક બેસાડવામાં આવી છે અને ગઈ કાલે ટ્રોલી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું

કાશ્મીરમાં ચિનાબ પરનો રેલ્વે પુલ, જે પૂર્ણતાના આરે છે

કાશ્મીરની ખીણમાં ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજની મુલાકાત વખતે ગઈ કાલે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને શહેરમાં એસી લોકલની સ્થિતિ વિશે પુછાતાં ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે જો મુંબઈગરાઓ સંમત થાય તો રેલવે એસી વંદે મેટ્રો ટ્રેનના કસ્ટમાઇઝ્ડ વર્ઝનને એસી લોકલ તરીકે ચલાવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે એસી વંદે મેટ્રો અને વંદે ભારત ટ્રેન ભવિષ્યની ટ્રેનો છે અને દેશના પ્રત્યેક ખૂણામાં આ ટ્રેન દોડાવવાનો સરકારનો ધ્યેય છે.

ચેનાબ બ્રિજ પર ટ્રૅક બેસાડવામાં આવી છે અને ગઈ કાલે ટ્રોલી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. એક વેળા ચેનાબ બ્રિજ તેમ જ એ જેનો હિસ્સો છે એ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિન્ક (યુએસબીઆરએલ) પૂર્ણ થઈ જતાં કન્યાકુમારી અને કાશ્મીર વચ્ચે ડાયરેક્ટ ટ્રેન કનેક્ટિવિટી હશે.

ચેનાબ બ્રિજ નદીના તટની સપાટીથી ૩૫૯ મીટર ઉપર વિશ્વનો સૌથી ઊંચા રેલવે પુલનું ગૌરવ ધરાવે છે. અમે ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની આશા સેવીએ છીએ. એક વેળા આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ અહીં સૌપ્રથમ સ્પેશ્યલ વંદે ભારત ટ્રેન દોડાવાશે.

રેલવેપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે આ ખૂબ જ જટિલ અને પડકારજનક પ્રોજેક્ટ છે. 

mumbai mumbai news indian railways rajendra aklekar