14 January, 2026 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોકલ અધિકારના જનપ્રતિનિધિઓ
વસઈ-વિરારમાં છેલ્લાં અનેક વર્ષોથી પ્રશાસકીય વહીવટ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવ્યા છતાં વિકાસનાં કોઈ કામ હાથ ધરાયાં ન હોવા છતાં વિરોધકો ૩૫ વર્ષમાં શું વિકાસ કર્યો એવો પ્રશ્ન પૂછી રહ્યા હોવાથી બહુજન વિકાસ આઘાડી (BVA)એ પુરાવા સાથે શું વિકાસ કર્યો એ દેખાડી દીધું છે તેમ જ આરોપ કરવા કરતાં વિરોધકોએ વિકાસનાં કામનો પ્રચાર કરવો જોઈએ એવું તમામ સ્તરે ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વિકાસનાં અટવાયેલાં કાર્યો પૂર્ણ કરવાં અને સ્થાનિક લોકો માટે ૩૬૫ દિવસ ૨૪ કલાક (24X7) ઉપલબ્ધ રહે એવો પક્ષ BVA હોવાથી જનસમુદાય દ્વારા સાથ મળી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
BVAના પ્રમુખ હિતેન્દ્ર ઠાકુર અને વિધાનસભ્ય ક્ષિતિજ ઠાકુર દ્વારા એક-એક વિકાસકામનાં કાગળિયાં સાથે શું વિકાસ કર્યો એનો જોરદાર જવાબ આપવામાં આવ્યો છે જેમાં ૬૦ લાખ લીટર પરથી આજે ૪૩ કરોડ લીટર પાણી પ્રતિદિન ઉપલબ્ધ કરાવવાની સાથે ભવિષ્યનાં ૫૦ વર્ષ માટે પાણીપુરવઠાનો માસ્ટર પ્લાન બનાવીને કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજાં કયાં કાર્યો કરવામાં આવ્યાં છે એની વિગતો આપતાં કહેવામાં આવ્યું છે કે ‘ખાડી-પુલ અને ૪ નવા રેલવે ઓવરબ્રિજ તથા ૭ ફ્લાયઓવર મંજૂર કરાવ્યા. ભાઈંદરથી નાયગાંવ વચ્ચે નવો ખાડી-પુલ મેટ્રો સાથેનો પ્લાન મંજૂર કરાવ્યો. વિરાર, નાલાસોપારા, વસઈમાં ભૂગર્ભ ગટર યોજના અને સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન યોજના તૈયાર કરીને મંજૂર કરાવી. વીજપુરવઠા માટે હાઈ વૉલ્ટેજ કેન્દ્રનું કામ શરૂ કરાવવાની સાથે કામણ, કોપરી, સુરક્ષા સિટીમાં ઉપકેન્દ્ર સહિત ૧૮૪.૪૬ કરોડ ભૂમિગત વિદ્યુત વાહિની અને સૅટેલાઇટ સિટી માટે નિધિ મંજૂર કરાવી. શહેરની ટ્રાફિક-વ્યવસ્થા સુધારવા માટે ૩૬ કિલોમીટરના રિંગરૂટ રસ્તાના કામ માટે ૨૬૦૦ કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા. વર્સોવાથી પાલઘર સુધી ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાગરી મહામાર્ગની મંજૂરી મેળવી. મહિલા, બાળ કલ્યાણની અનેક યોજનાઓ છે જે લાડકી બહિણ કરતાં વિશેષ છે. વસઈ-ભાઈંદર અને વિરાર-નારંગીથી ખારવાડેશ્વરી માટે રો-રો સેવા, પાલઘર જિલ્લાને પર્યટન જિલ્લા તરીકે દરજ્જો આપવા માટે દસ્તાવેજ-પુરાવા આપ્યા. રાજ્ય સ્તરીય નામ મેળવનાર ક્રીડા મહોત્સવમાં ૬૦,૦૦૦થી વધુ સ્પર્ધકો જોડાય છે. સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સથી લઈને વિવિધ ભવનોનું નિર્માણ કરવામાં આવશે.’