બળવા બાદ ઠાકરે જીત્યા મહારાષ્ટ્રમાં પહેલી લડાઈ, BJPને ઝટકો, શિંદે પણ ખુશ

05 August, 2022 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથે સોલાપુર જિલ્લાની બે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બીજેપીને મોટો ઝટકો આપ્યો છે.

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રમાં સરકાર પડ્યા પછી ગુરુવારે 15 જિલ્લાની 238 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું. સત્તા હસ્તાંતરણ પછી પહેલીવાર થયેલી આ ચૂંટણીના પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવી રહ્યા છે. મતની ગણતરી શરૂ થઈ ગઈ છે અને ગ્રામ પંચાયત ચૂંટણીના શરૂઆતના આંકડા આવી રહ્યા છે. આમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથે સોલાપુર જિલ્લાની બે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બીજેપીને મોટો ઝટકો આપ્યો છે.

સોલાપુરની ચિંચપુર ગ્રામ પંચાયતમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથના બધા ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. અહીં શિવસેનાના 7માંથી 7 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. તો દક્ષિણ સોલાપુર તાલુકાની મંગોલી ગ્રામ પંચાયતમાં બીજેપીના સુભાષ દેશમુખને મોટો ઝટકો લાગે છે. મંગોલી ગ્રામ પંચાયતમાં છેલ્લા 15 વર્ષથી સુભાષ દેશમુખ જૂથ સત્તામાં હતા. જો કે, આ વર્ષે મંગોલી ગ્રામ પંચાયતની છમાંથી એક સીટ સુભાષ દેશમુખ પેનલના કૉમ્પિટિટરે જીતી છે.

ઔરંગાબાદમાં બળવાખોર વિધેયકોની બોલબાલા
મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 40 વિધેયકોએ બળવો કર્યો અને પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરને ઝટકો આપ્યો. ત્યાર બાદ યુવા સેના પ્રમુખ આદિતત્ય ઠાકરેએ વફાદારી પ્રવાસ પર સીધું પોત-પોતાના ક્ષેત્રમાં જઈને બળવાખોર વિધેયકોને પડકાર્યા. આદિત્યના પ્રવાસ બાદ ચર્ચા હતી કે શું બળવાખોર વિધેયકોનું વર્ચસ્વ ડગશે. જો કે ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ સ્પષ્ટ છે કે બળવાખોર પોતાના ગઢને સાચવવામાં સફળ રહ્યા છે.

7માંથી 6 ગ્રામ પંચાયતો પર શિંદે જૂથનો કબજો
ઔરંગાબાદના પાઠક તાલુકાના વિધેયક સંદીપન ભુમરેના એકનાથ શિંદેના સમૂહે 7 ગ્રામ પંચાયતોમાંથી 6માં જીત હાંસલ કરી છે. બીજી તરફ એ પણ ખબર પડી છે કે શિંદે સમૂહના વિધેયક અબ્દુલ સત્તારના સિલ્લોડ તાલુકામાં જંજાલા અને નાનેગાંવ બન્ને ગ્રામ પંચાયતો પર હાવી થવું જરૂરી છે.

Mumbai mumbai news maharashtra shiv sena eknath shinde