શા માટે ટ્રેન્ડ થઈ રહ્યું છે #boycottzomato?

19 November, 2020 06:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શા માટે ટ્રેન્ડ થઈ રહ્યું છે #boycottzomato?

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કરે ટ્વીટ કરીને ફૂડ ડિલિવરી એપ્લિકેશન ઝોમેટોને નફરત ફેલાવતી ચેનલ પર જાહેરાત ના આપવાની સલાહ આપી હતી. આ ટ્વીટ પર ઝોમેટોએ જવાબ આપ્યો હતો.

આ જવાબ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેમાં પણ ખાસ કરીને અર્નબ ગોસ્વામીના ચાહકો રોષે ભરાયા છે અને તેમણે ઝોમેટોને બોયકોટ કરવાની ડિમાન્ડ કરીને ટ્વિટર પર #boycottzomato હેશટૅગ ટ્રેન્ડ કર્યું છે.

સ્વરાએ ટ્વીટ કરીને કહ્યું હતું, 'હું ઝોમેટોની નિયમિત ગ્રાહક છું. શું તમે નફરતને ડીફંડ કરવાની યોજના બનાવી રહ્યા છો? શું તમે નફરત ફેલાવતી રિપબ્લિક ભારત જેવી ચેનલ પર તમારી જાહેરાત બંધ કરી શકો છો, હું વાત સાથે સમંત નથી કે મેં આપેલા રૂપિયા આ પ્રકારના સાંપ્રદાયિક ઉન્માદને પ્રોત્સાહન આપે. મહેરબાની કરીને તમારા ગ્રાહકોને આ અંગે સ્પષ્ટ માહિતી આપો.'

સ્વરાની આ ટ્વીટ પર ઝોમેટોએ વળતો જવાબ આપતા કહ્યું હતું, 'અમે અમારા કન્ટેન્ટ સિવાય કોઈના પણ કન્ટેન્ટને પ્રોત્સાહન આપતા નથી. હાલમાં આ મુદ્દો વિચારણા હેઠળ છે.'

ઝોમેટોનો આ જવાબ અર્નબ ગોસ્વામીના ચાહકોને સહેજ પણ પસંદ આવ્યો નહોતો. તેમણે ટ્વિટર પર #boycottzomato હેશટૅગ ટ્રેન્ડ કર્યું હતું.

 

swara bhaskar zomato twitter