પરેલ બ્રિજ પર ટ્રકમાં ભીષણ આગ

10 January, 2023 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો

પ્રતીકાત્મક તસવીર

પરેલમાં ગઈ કાલે સવારે સાત વાગ્યે ફ્લાયઓવર પરથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એ ટ્રક ઍલ્યુમિનિયમનો સામાન ભરીને ભિવંડીથી પાયધુની જઈ રહી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ટ્રક-ડ્રાઇવર ટ્રક રોકીને બહાર કૂદી પડ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સાવચેતી માટે ફ્લાયઓવર પરની બન્ને લેનનો ટ્રાફિક થોડા સમય માટે રોકી દેવાયો હતો. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈ જખમી થયું નહોતું, પણ ટ્રકની કૅબિનનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. 

mumbai mumbai news parel