પૂજા ચવ્હાણ કેસઃ રાજ્યના પ્રધાન ગુરુવારે મીડિયા સામે આવે એવી શક્યતા

16 February, 2021 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂજા ચવ્હાણ કેસઃ રાજ્યના પ્રધાન ગુરુવારે મીડિયા સામે આવે એવી શક્યતા

પૂજા ચવ્હાણ

ટીકટૉક  સ્ટાર પૂજા ચવ્હાણના મૃત્યુના કેસમાં રાજ્યના વન પ્રધાન સુરેશ રાઠોડનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે અનેક બધા તેમની શોધ ચલાવી રહ્યા છે, પણ હાલમાં તેઓ ક્યાં છે એની કોઈને ખબર નથી. ત્યારે હવે એક એવા સમચાર વહેતા થયા છે કે ગુરૂવારે તેઓ  મિડીયા સામે આવી તેમની બાજુ માંડશે. વાશિમ જિલ્લામાં પહોરા દેવી ગામ છે જ્યાં બંજારા સમાજના સંત સેવાલાલ મહારાજનું મોટુ મંદિર છે. પૂજા ચવ્હાણ અને સંજય રાઠોડ બંને બંજારા સમાજના છે. બંજારા સમાજના ધર્મગુરૂઓ અને મહંતો આ મંદિરમાં રહે છે. ગુરૂવારે ધર્મગુરૂઓની સાક્ષીએ સંજય રાઠોડ તેમની બાજુ રજુ કરશે એવુ હાલ ચર્ચાઇ રહ્યું છે. ભાજપ દ્વારા સંજય રાઠોડનું રાજીનામુ લઇ તેની સામે ઝીંણવટભરી તપાસ કરવામાં આવે એવી માગ સતત કરાઈ રહી છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું છે કે પૂજા ચવ્હાણના મોબાઈલ અને લેપટોપ પોલીસે જપ્ત કર્યા છે. એમા શું છે એ પોલીસ જાહેર કરે, નહી તો બે ચાર દિવસમાં એ માહિતી બહાર આવી જ જશે એવી ચીમકી પણ તેમણે આપી હતી. રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે સંજય રાઠોડ સામે નિયમ મુજબ તપાસ કરાશે. તપાસનો અહેવાલ આવ્યા બાદ રાજ્ય સરકાર એના પર નિર્ણય લેશે.

mumbai mumbai news tiktok indian politics