મુંબઈ ક્રિકેટ અસોસિએશનની ચૂંટણી કૉન્ગ્રેસની એન્ટ્રીથી રસપ્રદ બની

11 July, 2024 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમોલ કાળેને સિવિયર હાર્ટ અટૅક આવતાં તેમનું અવસાન થયું હતું.

અજિંક્ય નાઈક, સંજય નાઈક, ભૂષણ પાટીલ

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ના પ્રેસિડન્ટ અમોલ કાળેનું અચાનક અવસાન થયા બાદ ખાલી પડેલા આ પદ માટે યોજવામાં આવનારી ચૂંટણીમાં કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે ઝંપલાવે એવી ચર્ચા હતી. જોકે તાજેતરમાં જ માઝગાવ ક્રિકેટ ક્લબના મેમ્બર બનેલા નાના પટોલેએ મુંબઈ નૉર્થ લોકસભાની ચૂંટણી લડનારા ભૂષણ પાટીલને ગઈ કાલે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે મેદાનમાં ઉતાર્યા હતા. આથી ૨૩ જુલાઈએ યોજાનારી ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. પ્રેસિડન્ટની ચૂંટણીમાં MCAના સેક્રેટરી અને બહુજન વિકાસ આઘાડીના અધ્યક્ષ હિતેન્દ્ર ઠાકુરના જમાઈ અજિંક્ય નાઈક, શરદ પવાર અને આશિષ શેલારની પૅનલના સંજય નાઈક અને કૉન્ગ્રેસના ભૂષણ પાટીલ વચ્ચે લડત થશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૦ જૂને રમાયેલી T20 વર્લ્ડ કપની મૅચ જોયા બાદ અમોલ કાળેને સિવિયર હાર્ટ અટૅક આવતાં તેમનું અવસાન થયું હતું.

mumbai news mumbai mumbai cricket association congress