અંબાણીના ઘર પાસે કારમાં મળેલો પત્ર બોગસ લાગે છે : પોલીસ

04 March, 2021 07:27 AM IST  |  Mumbai | Agency

અંબાણીના ઘર પાસે કારમાં મળેલો પત્ર બોગસ લાગે છે : પોલીસ

મુકેશ અંબાણી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે પાર્ક કરાયેલી વિસ્ફોટક ભરેલી કારની જવાબદારી ઉઠાવતો જૈશ-ઉલ-હિન્દના નામે લખાયેલો પત્ર બોગસ હોઈ શકે છે એમ મુંબઈ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. રવિવારે મેસેજિંગ ઍપ ટેલિગ્રામ પર પોસ્ટ કરાયેલા આ પત્રમાં ક્રિપ્ટોકરન્સીમાં ચુકવણીની માગણી કરવામાં આવી હતી તથા પૈસા ડિપોઝિટ કરવા માટે વેબ-પેજની લિન્ક પણ આપવામાં આવી હતી.

એ જ દિવસે સાંજે સાચા જૈશ-ઉલ-હિન્દ હોવાનો દાવો કરતા એક જૂથે બીજો પત્ર પોસ્ટ કર્યો હતો, જેમાં પહેલો મેસેજ એનો ન હોવાનો દાવો કરતાં અંબાણીના ઘરની નજીકમાં મળેલી કાર સાથે તેનો કોઈ સંબંધ ન હોવાનો દાવો કર્યો હતો. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને તેમની તપાસ દરમ્યાન જણાયું હતું કે પહેલા પત્રમાં આપવામાં આવેલી લિન્ક કોઈ વેબ-પેજની નથી. તપાસ કરતાં આ પત્ર કોઈ મજાક હોઈ શકે છે એમ જણાયું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અંબાણીના રહેઠાણની બહુમાળી ઇમારત ઍન્ટિલિયા નજીક કાર્માઇકલ રોડ પર જિલેટિન સ્ટિક્સવાળી સ્કૉર્પિયો પાર્ક કરેલી મળી આવી હતી.

mumbai mumbai news mumbai police mukesh ambani