ન્યુઝ શોર્ટમાં: લાઇટ‍્સ આ‍‍ૅફ હોપ જોવા તૈયાર થઈ જાઓ

21 December, 2025 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે આ લાઇટિંગ ૨૧ ડિસેમ્બરથી ચોથી જાન્યુઆરી સુધી જોવા મળશે. 

તસવીરો: આશિષ રાજે

ગઈ કાલે બાંદરા રેક્લેમેશન પ્રૉમનેડ પર ‘લાઇટ‍્સ ઑફ હોપ’ને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો હતો. બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય અને મહાયુતિ સરકારના મિનિસ્ટર અૅડ‍્વોકેટ આશિષ શેલાર દ્વારા દર વર્ષે ક્રિસમસ અને ન્યુ યર નિમિત્તે બાંદરા રેક્લેમેશન પ્રૉમનેડ ઉપરાંત બાંદરાના અન્ય વિસ્તારોમાં ભવ્ય લાઇટિંગ કરવામાં આવે છે જેને તેમણે ‘લાઇટ‍્સ ઑફ હોપ’ નામ આપ્યું છે. આ વર્ષે આ લાઇટિંગ ૨૧ ડિસેમ્બરથી ચોથી જાન્યુઅારી સુધી જોવા મળશે. 

mumbai news mumbai bandra ashish shelar