શિવસેના-UBTના કાર્યકરની BJPના મૃત કૉર્પોરેટરના ફેસબુક અકાઉન્ટ પરથી પોસ્ટ કરવાના આરોપસર અટકાયત

02 September, 2025 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના ભૂતપૂર્વ કૉર્પોરેટરે જણાવ્યું હતું કે ‘સત્તાધીશ પક્ષના દબાણ હેઠળ પોલીસે એક નિર્દોષ યુવકની અટકાયત કરી છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

શિવસેના-UBTના કાર્યકરે BJPના મૃત કૉર્પોરેટર વિલાસ કાંબળેના નામના ફેસબુક અકાઉન્ટ પરથી પોસ્ટ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જેના પગલે થાણેની શ્રીનગર પોલીસે ચંદ્રેશ યાદવ નામના યુવકની અટકાયત કરી છે. શિવસેના-UBTએ ચંદ્રેશ યાદવ નિર્દોષ હોવાનો દાવો કરીને શ્રીનગર પોલીસ સ્ટેશનમાં દેખાવો કર્યા હતા.

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના ભૂતપૂર્વ કૉર્પોરેટરે જણાવ્યું હતું કે ‘સત્તાધીશ પક્ષના દબાણ હેઠળ પોલીસે એક નિર્દોષ યુવકની અટકાયત કરી છે. ગરીબ પરિવારના આ છોકરાને છોડવા માટે તેના પરિવારજનોની વાત પણ સાંભળવામાં આવતી નથી. ચંદ્રેશની અટકાયત બાદ પણ વિલાસ કાંબળેના અકાઉન્ટ પરથી પોસ્ટ થઈ હતી, એનો મતલબ કે તે નિર્દોષ છે.’

પોલીસે હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

shiv sena facebook bhartiya janta party bjp crime news nationalist congress party social media cyber crime political news news mumbai mumbai news