ટીમ અણ્ણાને એમએમઆરડીએ ગ્રાઉન્ડની ૧૫ દિવસની પરમિશન

20 December, 2011 06:55 AM IST  | 

ટીમ અણ્ણાને એમએમઆરડીએ ગ્રાઉન્ડની ૧૫ દિવસની પરમિશન



ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે દ્વારા શરૂ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામેના આંદોલન ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન હેઠળ સંસદમાં જનલોકપાલ બિલ જો આ શિયાળુસત્રમાં પાસ નહીં કરવામાં આવે તો ૨૭ ડિસેમ્બરથી  અણ્ણા હઝારે ફરી એક વાર અનશન પર બેસવાના છે. આ વખતે તેઓ મુંબઈમાં અનશન કરવાના છે. ગઈ કાલે એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)એ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં રાજ્ય સરકારના ગ્રાઉન્ડ પર તેમને અનશન કરવાની પરમિશન ૧૫ દિવસ માટે આપી છે.  જોકે એ માટે ટીમ અણ્ણાએ ૩૮,૮૦,૦૦૦ રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

એમએમઆરડીએના જૉઇન્ટ પ્રોજેક્ટ-ડિરેક્ટર (પ્રવક્તા) દિલીપ કવટકરે કહ્યું હતું કે અણ્ણા અને તેમની ટીમને વિરોધ પ્રદર્શન કરવા સૈદ્ધાંતિક પરમિશન આપવામાં આવી છે.

બીકેસીનું આ ગ્રાઉન્ડ ૩૦,૦૦૦ સ્ક્વેર મીટરનું છે અને એમએમઆરડીએ ટીમ અણ્ણા પાસેથી ૨૭થી ૩૧ ડિસેમ્બર સુધી ૬.૪૦ રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર અને ૧ જાન્યુઆરી બાદ પ્રતિ સ્ક્વેર મીટર ૮.૪૦ રૂપિયા ચાર્જ કરશે.