બાંદરા-વરલી સી-લિન્ક પર કારની ટક્કરથી ટૅક્સી ઊંધી વળી ગઈ

28 September, 2025 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરલી-બાંદરા સી-લિન્ક પર પૂરપાટ આવતી એક કારે આગળ ચાલતી ટૅક્સીને ટક્કર મારતાં ટૅક્સી પલટી ખાઈ ગઈ હતી.

ડ્રાઇવર વિરુદ્ધ રૅશ ડ્રાઇવિંગની ફરિયાદ નોંધીને ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસીને તેની શોધ શરૂ કરી છે.

વરલી-બાંદરા સી-લિન્ક પર પૂરપાટ આવતી એક કારે આગળ ચાલતી ટૅક્સીને ટક્કર મારતાં ટૅક્સી પલટી ખાઈ ગઈ હતી. એમાં ટૅક્સીના ડ્રાઇવર અને મુસાફરને ઈજા થઈ હતી. અકસ્માત બાદ કારનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. વરલીના પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ ગઈ કાલે સવારે ૧૧.૨૦ વાગ્યે વરલીથી બાંદરા જઈ રહેલી એક કારના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કારે આગળ જતી ટૅક્સીને જોરદાર ટક્કર મારી હતી જેને લીધે ટૅક્સી ઊંધી થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. વરલી પોલીસે કારના ડ્રાઇવર વિરુદ્ધ રૅશ ડ્રાઇવિંગની ફરિયાદ નોંધીને ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસીને તેની શોધ શરૂ કરી છે.

mumbai news mumbai bandra worli sea link road accident