ગુજરાતીઓનું ગૌરવ વધારનારા આ વિદ્યાર્થીને છે સલામ

21 June, 2022 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડાલાના કાવ્ય ગાંધીની છે સીએ અથવા ઍક્ચ્યુરિયલ સાયન્સ કરવાની ઇચ્છા

કાવ્ય હસમુખ ગાંધી

વડાલા-ઈસ્ટમાં રહેતો અને વડાલા-વેસ્ટની સાઉથ ઇન્ડિયન વેલ્ફેર સોસાયટી (એસઆઇડબ્લ્યુએસ) સ્કૂલમાં ભણતો કાવ્ય હસમુખ ગાંધી દસમા ધોરણમાં ૯૭ ટકા સાથે ઉત્તીર્ણ થયો છે. તે તેની સ્કૂલમાં ફર્સ્ટ રૅન્કર રહ્યો છે. કાવ્ય પાંચમા ધોરણથી સતત સ્કૂલમાં ફર્સ્ટ રૅન્કર રહ્યો છે. ભવિષ્યમાં તેને ઍક્ચ્યુરિયલ સાયન્સ કરવાની બહુ ઇચ્છા છે.

દસમા ધોરણમાં પહેલેથી જ ૯૫થી ૯૭ ટકા માર્ક્સનો ટાર્ગેટ બનાવીને મેં પરીક્ષા માટેની મહેનત શરૂ કરી હતી એમ જણાવીને કાવ્યએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ટાર્ગેટ પૂરો કરવા મારી મમ્મી અંજના અને પપ્પા હસમુખ ગાંધીએ સાથસહકાર અને માર્ગદર્શન આપ્યાં હતાં. નાનપણથી મને ભણવામાં ખૂબ જ રસ હતો. મને ભણવામાં ક્યારેય કંટાળો આવતો નહીં. આ ગુણને કારણે કોવિડના સમયમાં ઑનલાઇન ક્લાસ હોવા છતાં હું ધ્યાનપૂર્વક અને ચીવટપૂર્વક અભ્યાસ કરતો હતો. ભણતી વખતે મારો સમય બીજા કામમાં  ન બગડે એનું મારી મમ્મી ધ્યાન રાખતી હતી. મૅથ્સમાં ક્યાંય પણ અટકી જતો તો પપ્પા પ્રૉબ્લેમ સૉલ્વ કેવી રીતે કરવો એ સમજાવતા હતા. આ કારણે જ મને મારો ટાર્ગેટ પૂરો કરવામાં સફળતા મળી હતી.’

mumbai mumbai news 10th result