09 December, 2023 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅન્ડલ મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં આગ ફાટી નીકળી હતી
શુક્રવારે પુણે જિલ્લાના પિંપરી ચિંચવડ વિસ્તારમાં કૅન્ડલ મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં આગ ફાટી નીકળી હતી, જેમાં છ વ્યક્તિનાં મોત થયાં હતાં અને આઠ ઈજાગ્રસ્ત થયા હતા.
પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કમિશનર શેખર સિંહે જણાવ્યું હતું કે ‘ફાયર બ્રિગેડને બપોરે ૨.૪૫ વાગ્યાની આસપાસ તલાવડે સ્થિત ફૅક્ટરીમાં આગની જાણ થઈ હતી. ફૅક્ટરી સ્પાર્કલિંગ મીણબત્તીઓ બનાવે છે જેનો ઉપયોગ સામાન્ય રીતે બર્થ-ડે સેલિબ્રેશન્સ માટે થાય છે. આગને કાબૂમાં લેવામાં આવી છે. હજી સુધી એનું કારણ જાણી શકાયું નથી. ઘાયલોને પુણે અને પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશન એરિયાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’