દુકાનદારોને મરાઠી સાઇનબોર્ડ માટે જોઈએ વધુ છ મહિનાનો સમય

08 June, 2022 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શહેરના દુકાનદારોએ મરાઠીમાં લખેલાં સાઇનબોર્ડ લગાવવા માટે સુધરાઈ પાસે વધુ છ મહિનાનો સમય માગ્યો છે. સુધરાઈએ અગાઉ ૩૧ મેની ડેડલાઇનને લંબાવીને ૩૦ જૂન સુધીની કરી હતી.

દુકાનદારોને મરાઠી સાઇનબોર્ડ માટે જોઈએ વધુ છ મહિનાનો સમય


મુંબઈ : શહેરના દુકાનદારોએ મરાઠીમાં લખેલાં સાઇનબોર્ડ લગાવવા માટે સુધરાઈ પાસે વધુ છ મહિનાનો સમય માગ્યો છે. સુધરાઈએ અગાઉ ૩૧ મેની ડેડલાઇનને લંબાવીને ૩૦ જૂન સુધીની કરી હતી. દુકાનદારોનું કહેવું છે કે ચોમાસા બાદના ત્રણ ​મહિનાની અંદર તેઓ આદેશનું પાલન કરશ. સુભાષ દેસાઈને લખેલા પત્રમાં દુકાનદારોના અસોસિએશને જણાવ્યું છે કે નવાં સાઇનબોર્ડ આકર્ષક દેખાય એ માટે તેમને પ્રોફેશનલ હેલ્પની જરૂર છે. 
મહારાષ્ટ્ર શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ એમ્પ્લોયમેન્ટ ઍન્ડ કન્ડિશન ઑફ સર્વિસમાં કરાયેલા સુધારા મુજબ રાજ્યની તમામ દુકાનોમાં મરાઠી અક્ષરમાં સાઇનબોર્ડ હોવાં જરૂરી છે. વળી અન્ય ભાષા કરતાં મરાઠી અક્ષર નાના ન હોવા જોઈએ. દુકાનદારોના જણાવ્યા પ્રમાણે હાલ મજૂરોની ભારે અછત છે.               

mumbai news mumbai