શીતલ દામાનું મૃત્યુ કઈ રીતે થયું?

30 October, 2020 10:47 AM IST  |  Ghatkopar | Anurag Kamble

શીતલ દામાનું મૃત્યુ કઈ રીતે થયું?

શીતલ તેના પતિ જિતેશ સાથે

ઘાટકોપર-વેસ્ટના અસલ્ફા વિલેજમાં  રહેતાં શીતલ દામાના મૃત્યુને એક મહિનો વીતી ગયો હોવા છતાં હજી સુધી બીએમસી કે મુંબઈ પોલીસ તેના મૃત્યુનું કારણ જાણી શકી નથી. મુંબઈ પોલીસે હજી સુધી આ કેસમાં એફઆઇઆર પણ દાખલ કર્યો નથી.

ઘાટકોપર-વેસ્ટમાં અસલ્ફા વિલેજમાં આશાપુરા સોસાયટીમાં રહેતી ૩૨ વર્ષની શીતલ દામા ઑક્ટોબરમાં શનિવારે એક સાંકડી ગલીમાં આવેલી ગટરના મેઇનહોલમાં પડી ગઈ હતી. તેનો મૃતદેહ રવિવારે રાતે ૧૧ વાગ્યે ત્યાંથી ૨૧ કિલોમીટર દૂર આવેલા હાજીઅલીના દરિયામાંથી મળી આવ્યો હતો.

તેના પતિ જિતેશે ૭ ઑક્ટોબરે પોલીસ -કમિશનર પરમબીર સિંહને મળ્યા હતાં, જેમણે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવાનું વચન આપ્યું હતું.

બીએમસીએ ઘટનાની તપાસ માટે કમિટીનું ગઠન કર્યું હતું, પણ ઘટનાનું કારણ જણાવવામાં નિષ્ફળ રહી હતી. શીતલનો મૃતદેહ આટલે દૂર કઈ રીતે પહોંચ્યો એનો ખુલાસો પણ બીએમસી કરી શકી નહોતી. નહોતી.

મુંબઈ પોલીસ બીએમસીના રિપોર્ટની રાહ જોઈ રહી છે એમ જણાવતાં ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન અલકનૂરે કહ્યું હતું કે ‘અમે બીએમસીના ઇનપુટ્સની

રાહ જોઈ રહ્યા છીએ, અમે તેમના અહેવાલ વિશે જાણતા નથી. અમે સમાંતર તપાસ પણ કરી રહ્યા છીએ, પરંતુ આ વિશે અમને કોઈ ક્લુ મળ્યો નથી.  જોકે અમે પણ સમાંતર તપાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news ghatkopar brihanmumbai municipal corporation mumbai police anurag kamble