Crime Mumbai: વીડિયો કૉલ પર સેક્સ પડ્યું ભારે, મુંબઈના શખ્સે ગુમાવ્યા બે લાખ

17 June, 2022 05:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસે જણાવ્યું કે ફોન કરનારા શખ્સે પોતાની ઓળખ દિલ્હીના સિપાહી વિક્રમ રાઠોડ તરીકે કરી હતી અને તેની ધરપકડ ન કરવા મામલે 2.06 લાખ રૂપિયાની લાંચ માગી. તેને પીડિતને અનેક વાર ધમકાવ્યો અને પૈસા માગ્યા

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

એક હાઉસિંગ ફિનાન્સ ફર્મના વરિષ્ઠ અધિકારીને ઑનલાઇન સેક્સ કરવું ભારે પડી ગયું. તે સેક્સટૉર્શનના શિકાર થઈ ગયા અને તેમને 2.06 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા. કૉલ કરનારી વ્યક્તિએ પોતાને દિલ્હી સાઇબર ક્રાઇમ સેલનો પોલીસ અધિકારી જણાવ્યો અને ધરપકડથી બચવા માટે તેની પાસેથી પૈસા માગ્યા. તેને કૉલ કરનારા શખ્સે તેનો આ વીડિયો પણ મોકલ્યો જેમાં તે ન્યૂડ વીડિયો જોઈને માસ્ટરબેટ કરતો દેખાયો. બાન્દ્રા પોલીસે અજ્ઞાત વિરુદ્ધ એફઆઇર નોંધ્યો છે.

પોલીસે જણાવ્યું કે ફોન કરનારા શખ્સે પોતાની ઓળખ દિલ્હીના સિપાહી વિક્રમ રાઠોડ તરીકે કરી હતી અને તેની ધરપકડ ન કરવા મામલે 2.06 લાખ રૂપિયાની લાંચ માગી. તેને પીડિતને અનેક વાર ધમકાવ્યો અને પૈસા માગ્યા.

11 જૂને આવ્યો મેસેજ
બાન્દ્રા (પશ્ચિમ)ના રહેવાસી 57 વર્ષીય પીડિતે કહ્યું કે 11 જૂનના તેમને એક વૉટ્સએપ મેસેજ આવ્યો. તેમાં, "ઇંટ્રસ્ટેડ ઇન વીડિયો સેક્સ" (Interested in Video Sex). પીડિતે જવામાં `હા` કહ્યું અને તરક જ એક મહિલાનો વીડિયો કૉલ આવ્યો જેણે કપડા ઉતારવા કહ્યું. ત્યાર બાદ તેણે પોતાના કપડાં કાઢ્યા. ઑનલાઇન ન્યૂડ વીડિયો જોઈને માસ્ટરબેશન કર્યું, થોડીવાર પછી તેને આ વીડિયો મોકલીને બ્લેકમેલ કરવામાં આવ્યો. 

માસ્ટરબેશનનો વીડિયો કર્યો રેકૉર્ડ
ફરિયાદકર્તા પ્રમાણે, ફોન કરનારાએ તેને બાથરૂમમાં જઇને કપડા કાઢવા કહ્યું. તેણે જણાવ્યું કે મહિલાએ પણ કપડા નહોતા પહેર્યા પણ વીડિયો કૉલમાં તેનો ચહેરો દેખાતો નહોતો. જોતજોતાંમાં કૉલ ડિસ્કનેક્ટ થઈ ગયો. કેટલીક સેકેન્ડ પછી, માણસને એક મહિલાનો વધુ એક ફોન આવ્યો, જેણે કહ્યું કે તેણે તેનો સેક્સ વીડિયો રેકૉર્ડ કર્યો છે. તેણે ધમકી આપી છે કે જો તે 81,000 રૂપિયા ન આપ્યા તો આ વીડિયો આ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.

સતત કર્યો બ્લેકમેલ
બે દિવસ પછી તેણે ફરી ફોન કરીને કહેવામાં આવ્યું કે તે વીડિયો ખસેડવા માટે એક રણવીર ગુપ્તાનો સંપર્ક કરવો. તે શખ્સે ગુપ્તાને ફોન કર્યો અને 51,500 રૂપિયા આપવા કહ્યું, પછીથી જુદાં જુદાં સોશિયલ મીડિયા લિંક પર ચાલતા અનેક વીડિયો માટે ફરીથી 51,500 રૂપિયા અને 1.03 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવા માટે કહેવામાં આવ્યું. આ રીતે તેને બે લાખ રૂપિયાથી વધારે આપ્યા. ઠગાયા હોવાનો અનુભવ થયા પછી તેણે પોલીસમાં ફરિયાદ કરી.

Mumbai mumbai news sexual crime cyber crime bandra