09 May, 2025 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરેલની બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલમાં રહેતી અને ત્યાં જ રહીને ભણતી રિદ્ધિ અને સિદ્ધિ નામની બે બહેનોએ ગઈ કાલે તેમનો તેરમો જન્મદિવસ ઊજવ્યો
પરેલની બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલમાં રહેતી અને ત્યાં જ રહીને ભણતી રિદ્ધિ અને સિદ્ધિ નામની બે બહેનોએ ગઈ કાલે તેમનો તેરમો જન્મદિવસ ઊજવ્યો હતો. જ્યારે આ બાળકીઓ ૨૦૧૩માં આ હૉસ્પિટલમાં દાખલ થયેલી ત્યારે શરીરથી જોડાયેલી હતી. જોકે તેમનું ભવિષ્ય અંધકારમય લાગતાં તેમનાં જન્મદાતા માતા-પિતા તેમને હૉસ્પિટલમાં જ છોડીને જતાં રહ્યાં હતાં. જોકે એમ છતાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને વાડિયા હૉસ્પિટલ ટ્રસ્ટે મળીને શરીરથી જોડાયેલી બાળકીઓને છૂટી પાડવાની અત્યંત કૉમ્પ્લીકેટેડ અને એક કરતાં વધુ સર્જરી કરી. હવે રિદ્ધિ અને સિદ્ધિ વાડિયા હૉસ્પિટલના સ્ટાફ ક્વૉર્ટર્સમાં જ રહે છે અને અહીંનો સ્ટાફ જ તેમને દીકરીઓની જેમ રાખે છે. હૉસ્પિટલ જ તેમને સ્કૂલ મોકલે છે. ગઈ કાલે તેમણે હૉસ્પિટલના સ્ટાફ સાથે તેરમો જન્મદિવસ ઊજવ્યો હતો.