ગુલામ મોહમ્મદ શેખના પુસ્તકને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અવૉર્ડ

23 December, 2022 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુલામ મોહમ્મદ શેખને તેમના આત્મકથનાત્મક નિબંધોના પુસ્તક ‘ઘેર જતાં’ માટે આપવાની ઘોષણા

ગુલામ મોહમ્મદ શેખ

કેન્દ્રીય સાહિત્ય અકાદમી (નવી દિલ્હી) દ્વારા વર્ષ ૨૦૨૨નો ગુજરાતી ભાષા માટેનો અવૉર્ડ ગુલામ મોહમ્મદ શેખને તેમના આત્મકથનાત્મક નિબંધોના પુસ્તક ‘ઘેર જતાં’ માટે આપવાની ઘોષણા ગઈ કાલે કરવામાં આવી હતી. આ પુસ્તકમાં કુલ ૧૩ જેટલા નિબંધો લખવામાં આવ્યા છે. અકાદમીને આ અવૉર્ડ માટે અલગ-અલગ લેખકોની કુલ નવ જેટલી કૃતિઓ મોકલવામાં આવી હતી. ગુજરાતી ભાષા માટેની જ્યુરીના સભ્યોમાં ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર, રમેશ દવે અને ઉદયન ઠક્કરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાહિત્ય અકાદમી દ્વારા ગઈ કાલે કુલ ૨૩ ભારતીય ભાષાઓની વિવિધ કૃતિઓને અવૉર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. 

mumbai mumbai news