હવે મોહન ભાગવત સંવાદ કરશે જેન-ઝી અને જેન-આલ્ફા સાથે

04 August, 2026 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભવ્ય કાર્યક્રમમાં દેશભરનાં ૧૦૦થી વધુ શહેરોમાંથી ૧૫થી ૧૯ વર્ષની વયજૂથ ધરાવતા ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થશે.

મોહન ભાગવત

વિદ્યાર્થી-આંદોલનને શરણે થઈને કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના ગણતરીના દિવસો બાદ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત ૬ ઑગસ્ટે મુંબઈ ખાતે જેન-ઝી અને જેન-આલ્ફાના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધશે. ઇન્ડિયાઝ ઇન્ટરનૅશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સની ૧૫મી વાર્ષિક કૉન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે.

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં દેશભરનાં ૧૦૦થી વધુ શહેરોમાંથી ૧૫થી ૧૯ વર્ષની વયજૂથ ધરાવતા ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થશે.

mumbai news mumbai rashtriya swayamsevak sangh mohan bhagwat political news bandra kurla complex