રિલાયન્સ ફાઉન્ડેશનના દૃષ્ટિ કાર્યક્રમનાં ૨૦ વર્ષ પૂરાં થયાં

18 March, 2023 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૩માં શરૂ કરવામાં આવેલા દૃષ્ટિ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં આંખની તપાસ માટેના કૅમ્પ, થોડીક ખામી હોય તો ચશ્માં તેમ જ દૃષ્ટિ સુધારવા માટે મોતિયા અને કૉર્નિયલ ટ્રાન્સપ્લાન્ટનાં ઑપરેશન કરવામાં આવે છે

રિલાયન્સ ફાઉન્ડેશનના દૃષ્ટિ કાર્યક્રમનાં ૨૦ વર્ષ પૂરાં થયાં

મુંબઈ : રિલાયન્સ ફાઉન્ડેશનના વિઝન કૅર કાર્યક્રમ દૃષ્ટિએ ૨૦ વર્ષ પૂરાં કર્યાં છે. એ પ્રસંગે મરાઠીમાં બ્રેઇલ ન્યુઝપેપર લૉન્ચ કરાયું છે. દૃષ્ટિ અંતર્ગત કૉર્નિયલ ટ્રાન્સપ્લાન્ટનાં ૨૦,૫૦૦ મફત ઑપરેશનો કરવામાં આવ્યાં હતાં એટલું જ નહીં, કુલ ૧.૭૫ લાખ લોકોની આંખોની સારસંભાળ લેવામાં આવી હતી. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક-ચૅરપર્સન નીતા એમ. અંબાણીએ કહ્યું હતું કે ‘જોઈ ન શકતા લોકો ગૌરવપૂર્ણ અને સ્વતંત્ર રીતે જીવનયાપન કરી શકે એ માટે બનતા તમામ પ્રયત્નો કરવા અમે પ્રતિબદ્ધ છીએ.’

૨૦૦૩માં શરૂ કરવામાં આવેલા દૃષ્ટિ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં આંખની તપાસ માટેના કૅમ્પ, થોડીક ખામી હોય તો ચશ્માં તેમ જ દૃષ્ટિ સુધારવા માટે મોતિયા અને કૉર્નિયલ ટ્રાન્સપ્લાન્ટનાં ઑપરેશન કરવામાં આવે છે. 

mumbai mumbai news reliance nita ambani