બૉમ્બે હાઈ કોર્ટે પુણેની હોટેલને બર્ગર ​કિંગ નામ વાપરવા સામે વચગાળાનો પ્રતિબંધ મૂકી દીધો

03 December, 2024 12:49 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેની એક હોટેલના માલિકોએ તેમની હોટેલનું નામ બર્ગર કિંગ રાખતાં યુનાઇટેડ સ્ટેટ્સસના બર્ગર કિંગ કૉર્પોરેશને એ સામે વાંધો લીધો હતો અને તેમને એ નામ ન રાખવા કોર્ટમાં અરજી કરી હતી

હોટેલનું નામ બર્ગર કિંગ

પુણેની એક હોટેલના માલિકોએ તેમની હોટેલનું નામ બર્ગર કિંગ રાખતાં યુનાઇટેડ સ્ટેટ્સસના બર્ગર કિંગ કૉર્પોરેશને એ સામે વાંધો લીધો હતો અને તેમને એ નામ ન રાખવા કોર્ટમાં અરજી કરી હતી અને એ દ્વારા એમના નામ અને ટ્રેડમાર્કનો ભંગ કરવામાં આવ્યો હોવાની દલીલ કરી હતી. જોકે પુણે કોર્ટે એમની આ અરજી ફગાવી દેતાં બર્ગર કિંગ કૉર્પોરેશન દ્વારા આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં પુણે કોર્ટના એ ચુકાદાને પડકારતી અરજી કરવામાં આવી હતી.

બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એ. એસ. ચાંદુરકર અને જસ્ટિસ રાજેશ પાટીલની બેન્ચે સોમવારે એના પર સુનાવણી કરી વચગાળાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘બર્ગર ​કિંગ કૉર્પોરેશન દ્વારા ફાઇલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થવી જોઈએ અને સાથે એ સંદર્ભેના બધા જ પુરાવાઓ પણ ચકાસવાની જરૂર હોવાથી ત્યાં સુધી પુણેની હોટેલે બર્ગર કિંગ નામ ન વાપરવું જોઈએ.’

bombay high court pune pune news news mumbai mumbai news