25 July, 2025 06:59 AM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફ્ડણવીસનાં પત્ની અમૃતા ફ્ડણવીસ
પુણેની સેશન્સ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફ્ડણવીસનાં પત્ની અમૃતા ફ્ડણવીસ (Amruta Fadnavis)ને એક સાઈબર માનહાનિના કેસમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર આ બાબતે જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં જણાવાયું હતું કે અમુક ટિપ્પણીઓ કરવામાં આવી હતી તેનાથી અમૃતા ફડણવીસનું વ્યક્તિગત અપમાન થયું હતું આ સાથે જ અનેક મહિલાઓને પણ માનસિક આઘાત થયો છે. આ ફરિયાદના આધારે સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમાંથી પાંચની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે હજુ પણ ફરાર છે. હવે આ મામલે આરોપીઓને પૂણેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જામીનની સુનાવણી દરમિયાન કોર્ટે અમૃતા ફડણવીસ (Amruta Fadnavis)ને જાતે કોર્ટમાં હાજર થવા અથવા તેના વકીલ દ્વારા જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ કેસમાં વાત એમ છે કે પૂણે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ અનુસાર સંબધિત વ્યક્તિએ અમૃતા ફડણવીસ વિશે અપમાનજનક અને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વહેતી મૂકી હતી. આ ખોટી માહિતીના પ્રસાર થકી અમૃતા ફડણવીસની સામાજિક છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાણી ફરિયાદ કરાઈ હતી.
આમ, સોશિયલ મીડિયા પર અમૃતા ફડણવીસ (Amruta Fadnavis)ની બદનામી થાય એવી પોસ્ટ કરવા બદલ પુણેના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ જ ફરિયાદને આધારે કુલ 7 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. અત્યારસુધી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બે ફરાર છે. અટક કરવામાં આવેલ આરોપીઓએ પુણેની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી પણ કરી છે.
આ સાથે જ આ કેસની કાર્યવાહીના ભાગરૂપે પૂણે સેશન્સ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં તેમને કોર્ટમાં હાજર થવા અને પોતાનો જવાબ પણ રજુ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ મામલે અમૃતા ફડણવીસનો શું મત છે? એ કોર્ટે જાણવું છે.
તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં પૂણે સાયબર પોલીસને આ બાબતે ફરિયાદ મળી હતી. આ ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર યોગ્ય કમેન્ટ કરીને અમૃતા ફડણવીસની છબીને ખરડાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે જ ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આરોપીએ કમેન્ટ્સ સેક્શનમાં જાતીય અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેનાથી વ્યક્તિગત માનહાનિ અને સમગ્ર મહિલાઓનું અપમાન થયું હતું.
જોકે, અમૃતા ફડણવીસે (Amruta Fadnavis) હજુ સુધી આ કેસમાં સત્તાવાર જવાબ આપ્યો નથી. તેઓએ આ પહેલાં સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ ટ્રોલિંગનો થયું હતું ત્યારે સખ્ત ઉત્તર આપ્યો જ છે.