સાઇબર ઠગોને ૩૦૦+ ગેરકાયદેસર સિમ કાર્ડ સપ્લાય કરનાર POS એજન્ટની ધરપકડ

15 March, 2026 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોરેગામમાં રહેતા ૬૬ વર્ષના નિવૃત્ત રેલવે અધિકારીને ડિજિટલ અરેસ્ટનો ભય બતાવીને ૨૯ લાખ રૂપિયા છેતરપિંડીથી પડાવી લેવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

નાગરિકોના આધાર કાર્ડની માહિતીનો દુરુપયોગ કરીને ૩૦૦થી વધુ સિમ કાર્ડ સાઇબર ઠગોને પૂરાં પાડવાના આરોપમાં મુંબઈ પોલીસના નૉર્થ રીજનલ સાઇબર સેલે ૨૫ વર્ષના પૉઇન્ટ ઑફ સેલ (POS) એજન્ટ કમલ પુખરાજ કુલદીપની શુક્રવારે ધરપકડ કરી હતી. કુલદીપ ટેલિકૉમ કંપનીઓ માટે POS એજન્ટ તરીકે કામ કરતો હતો અને ગ્રાહકો દ્વારા સબમિટ કરાયેલા આધાર દસ્તાવેજોની મદદથી અલગ-અલગ નામ અને ફોટોગ્રાફથી સિમ કાર્ડ સક્રિય કરતો હતો. આ સિમ કાર્ડનો ઉપયોગ દેશભરમાં અનેક ઑનલાઇન ઠગાઈના કેસોમાં થયો હતો

નૉર્થ રીજનલ સાઇબર સેલના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોરેગામમાં રહેતા ૬૬ વર્ષના નિવૃત્ત રેલવે અધિકારીને ડિજિટલ અરેસ્ટનો ભય બતાવીને ૨૯ લાખ રૂપિયા છેતરપિંડીથી પડાવી લેવામાં આવ્યા હતા, જેની ફરિયાદ અમારી પાસે થતાં તપાસમાં જાણવા મળ્યું કે આ છેતરપિંડીમાં ઉપયોગ થયેલું સિમ કાર્ડ કમલ કુલદીપ દ્વારા ગેરકાયદેસર રીતે સક્રિય કરાયું હતું. ચેમ્બુરમાંથી તેની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. તે સિમ કાર્ડ સાઇબર ઠગોને કમિશનના બદલે આપતો હતો અને હવે સમગ્ર નેટવર્કની વધુ તપાસ ચાલી રહી છે.’

mumbai news mumbai mumbai crime news Crime News goregaon cyber crime