03 March, 2019 11:50 AM IST |
મોનો રેલના બીજા તબક્કાનું સફળ ટ્રાયલ-રન : રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મોનો રેલના બીજા તબક્કાના કૉરિડોરનું રવિવાર ૩ માર્ચે ઉદ્ઘાટન કરશે. ગઈ કાલે આ કૉરિડોરનું ટ્રાયલ-રન કરવામાં આવ્યું હતું જે સફળપણે પાર પડ્યું હતું. આ કૉરિડોરમાં કુલ ૧૦ સ્ટેશનો હશે. મુખ્ય પ્રધાન સંત ગાડગે મહારાજ ચોક સ્ટેશન પરથી ટ્રેનને ફ્લૅગ-ઑફ કરશે. તસવીર : આશિષ રાજે
અનેક વખત ડેડલાઇન ચૂક્યા બાદ છેવટે સોમવારે જૅકબ સર્કલથી વડાલા સુધીનો મોનો રેલનો બીજા તબક્કાનો કૉરિડોર જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. જોકે ટ્રેનમાંની ઑનબોર્ડ કમ્યુનિકેશન સિસ્ટમ હજી કાર્યાન્વિત થઈ ન હોવાથી મોનો રેલના અધિકારીઓએ પરસ્પર સંપર્ક માટે હાલની ચાર મોનો રેલની જેમ જ વૉકી-ટૉકી પર નિર્ભર રહેવું પડશે.
આ પણ વાંચો : બે વર્ષે હાથમાં આવ્યો ગુનેગાર રિક્ષા-ડ્રાઇવર
વડાલા અને જૅકબ સર્કલ વચ્ચેની ટ્રાયલ-રન સફળ રહી છે અને આ કૉરિડોર કાર્યાન્વિત થતાં જ ઉતારુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે એમ જણાવતાં મુંબઈ મેટ્રોપૉલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના અધિકારી ઑનબોર્ડ કમ્યુનિકેશન સિસ્ટમની ખામીને ટૂંક સમયમાં દૂર કરશે.