11 December, 2025 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હાઉસિંગ સોસાયટીમાં નીચે આવેલા કમર્શિયલ પ્રિમાઇસિસમાં કે દુકાનમાં જો દારૂની દુકાન ખોલવી હોય તો એ માટે હાઉસિંગ સોસાયટીની પરવાનગી હવે ફરજિયાત લેવી પડશે એમ ગઈ કાલે રાજ્યના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે કહ્યું હતું.
પુણે જિલ્લાના ચિંચવડના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય શંકર જગતાપે વિધાનસભામાં કરેલા પ્રશ્નના જવાબમાં અજિત પવારે કહ્યું હતું કે ‘ઇન્ડિયન મેડ ફૉરેન લિકર કે પછી દેશી દારૂ એમ બન્ને કૅટેગરીના દારૂનું વેચાણ કરવા હાઉસિંગ સોસાયટીની પરવાનગી લેવી હવે ફરજિયાત છે. વળી આ પૉલિસી આખા રાજ્યમાં લાગુ પડશે.’