ઝેનિથ વૉટરફૉલમાં ફસાયેલા ૧૦૦+ ટૂરિસ્ટોને ઉગારી લેવાયા

29 July, 2026 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારે વરસાદ વખતે અહીં ન આવવાની પ્રશાસનની વારંવાર સૂચના છતાં લોકો સમજતા નથી

ખોપોલીના ઝેનિથ વૉટરફૉલ ખાતે ફસાઈ ગયેલા ટૂરિસ્ટ.

ખોપોલીના ઝેનિથ વૉટરફૉલમાં મંગળવારે મજા માણવા ગયેલા ૧૦૦ ટૂરિસ્ટ્સ સવારે ૧૦ વાગ્યાની આસપાસ ભારે વરસાદના કારણે ફસાઈ ગયા હતા. અચાનક જ આ વિસ્તારમાં વરસાદનું જોર વધતાં આસપાસ વહેતાં ઝરણાંઓમાં પાણીનું સ્તર વધી ગયું હતું અને વહેણ પણ જોખમી બની જતાં તેઓ ફસાઈ ગયા હોવાની માહિતી મળી હતી. 

આ ઘટનાની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડ, પોલીસ, સ્થાનિક રહેવાસીઓ અને અમુક સ્વયંસેવકોની મદદથી તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું. લગભગ ત્રણ કલાક પ્રયાસ કર્યા બાદ બધા જ ટૂરિસ્ટોને બચાવી લેવાયા હતા. 

અધિકારીઓએ જણાવ્યા મુજબ બધા જ ટૂરિસ્ટ્સ સવારે ૭ વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યા હતા. જોકે ૧૦ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડતાં તેઓ ત્યાં ફસાઈ ગયા હતા અને જે રસ્તેથી આવ્યા હતા અે રસ્તેથી જવું શક્ય નહોતું. જોકે ૩ કલાકના રેસ્ક્યુ ઑપરેશન બાદ બધાને સુર​િક્ષત રીતે બચાવી લેવાયા હતા. 

mumbai news mumbai khopoli monsoon news mumbai monsoon mumbai rains