જાલનામાં અંતિમ સંસ્કારમાં ગયેલા ૨૦૦માંથી ૬૬ કોરોના પૉઝિટિવ થયા

05 December, 2020 10:37 AM IST  |  Mumbai | Agencies

જાલનામાં અંતિમ સંસ્કારમાં ગયેલા ૨૦૦માંથી ૬૬ કોરોના પૉઝિટિવ થયા

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના જાલના વિસ્તારમાં એક ગામમાં હેલ્થ વર્કર્સની ચેતવણીને અવગણીને બસોથી વધુ લોકો કોઈના અંતિમ સંસ્કારમાં સહભાગી થયા હતા. મોટા ભાગના લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
ટેસ્ટ દરમ્યાન ૬૬ વ્યક્તિ કોરોના પૉઝિટિવ નીકળી હતી. જાલના તાલુકાના ખાનપુરી ગામની વસતિ ફક્ત ૧૭૦૦ લોકોની છે. ગામના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના સંચાલક શકીલ રહેમાનીએ આ માહિતી આપતાં કહ્યું કે નવેમ્બરની ૨૫મીએ એક વ્યક્તિનું મરણ થયું હતું એની સ્મશાનયાત્રામાં સમજાવટ છતાં કોરોના અગમચેતીનું પાલન કરાયું નહોતું. બસોથી વધુ લોકો આ સ્મશાનયાત્રામાં જોડાયા હતા. એમાંના ૬૬ને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
સમગ્ર જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૧૨,૦૦૦થી વધુ લોકોને ચેપ લાગ્યો હતો. અત્યાર સુધીમાં ૩૨૩થી વધુ લોકોનાં મરણ થયાં હતાં.

maharashtra mumbai mumbai news