26 May, 2022 07:55 AM IST | Mumbai | Dipti Singh
આ એક નવી એજ્યુકેશન પૉલિસી છે જેનાથી તમામને લાભ થશે. વળી આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સને પણ આકર્ષી શકાશે.’ પ્રકાશ મહાનવરે, મુંબઈ યુનિવર્સિટી
મુંબઈ : મુંબઈ યુનિવર્સિટી ઑનલાઇન ફુલ ટાઇમ ડિગ્રી આપનાર રાજ્યની પહેલી યુનિવર્સિટી બનશે. યુજીસી પાસેથી માન્યતા મળ્યા બાદ જુલાઈ ૨૦૨૨થી સોશ્યોલૉજીમાં એમએનો કોર્સ ઑનલાઇન પ્લૅટફૉર્મથી અપાશે. રોગચાળા દરમ્યાન ઑનલાઇન શિક્ષણ ફરજિયાત બન્યું હતું. ત્યાર બાદ શિક્ષણ નિયમનકારો અને સરકારને શિક્ષણની પદ્ધતિ પર પુન: વિચાર કરવાની ફરજ પડી હતી. ત્યાર બાદ ૨૦૨૦ની નૅશનલ એજ્યુકેશન પૉલિસીમાં શિક્ષણસંસ્થાઓને કુલ અભ્યાસક્રમોના ૨૦ ટકા ઑનલાઇન ઑફર કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. ૧૯ મેએ યુજીસીએ ત્રણ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણસંસ્થાઓની યાદી પ્રકાશિત કરી જેમને ઑનલાઇન ડિગ્રી અભ્યાસક્રમોની મંજૂરી મળી છે. એમાં મુંબઈ યુનિવર્સિટી, ચંડીગઢ યુનિવર્સિટી (પ્રાઇવેટ) અને હરિયાણામાં આવેલી મહર્ષિ માર્કન્ડેશ્વર (ડીમ્ડ યુનિવર્સિટી)ને મંજૂરી મળી છે.
મુંબઈએ ૧૨ ડિગ્રી અભ્યાસક્રમો ઑનલાઇન શરૂ કરવા માટે યુજીસી પાસે મંજૂરી માગી હતી. એમાંથી એકને મંજૂર કરવામાં આવ્યો છે. મુંબઈ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિસ્ટન્સ ઍન્ડ ઓપન લર્નિંગના ડિરેક્ટર પ્રકાશ મહાનવરે કહ્યું
હતું કે ‘એકની મંજૂરી મળી છે તેમ જ બાકીની ૧૧ માટે મંજૂરી મળશે. આ એક નવી એજ્યુકેશન પૉલિસી છે જેનાથી તમામને લાભ થશે. વળી આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સને પણ આકર્ષી શકાશે.’