02 January, 2026 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેલ વન ઍપ
ભારતીય રેલવેએ અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) ઍપ પર લોકલ ટ્રેનના માસિક પાસની બુકિંગ-સુવિધા બંધ કરી દીધી છે. મુંબઈ લોકલ માટે મુસાફરોને હવે પાસ કઢાવવા માટે નવી રેલ વન ઍપનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
જે મુસાફરોના પાસમાં હજી પણ વૅલિડિટી છે તેઓ UTS ઍપ પર ટિકિટ-ચેકિંગ સ્ટાફને તેમનો હાલનો પાસ બતાવવાનું ચાલુ રાખી શકે છે. UTS પર નવો પાસ બુક કરવાનો વિકલ્પ કાયમી ધોરણે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. જોકે UTS ઍપ પર અનરિઝર્વ્ડ ટિકિટનું બુકિંગ ચાલુ રહેશે. તેમ જ રેલવે-સ્ટેશનો પર પૅસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પર માસિક પાસ બુક કરાવી શકાય છે.
રેલ વન ઍપ પર ટિકિટ-બુકિંગ પર ૩ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત
રેલ વન ઍપ પર અનરિઝર્વ્ડ ટિકિટની બુકિંગ પર કોઈ પણ ડિજિટલ પેમેન્ટ મોડનો ઉપયોગ કરીને ટિકિટ કઢાવવામાં આવે તો ૩ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઑફર ૧૪ જાન્યુઆરીથી ૧૪ જુલાઈ સુધી છ મહિના માટે માન્ય રહેશે.