જાણીતા ક્રિમિનલ લૉયર શ્રીકાંત શિવાડેનું અવસાન

20 January, 2022 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રની એક ખાનગી હૉસ્પિટલમાં લાંબી માંદગીને કારણે અવસાન થયું હોવાનું તેમના પરિવારની નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

બૉલીવુડના અભિનેતા સલમાન ખાનના હિટ ઍન્ડ રન કેસ અને શાઇની આહુજાને સંડોવતા બળાત્કાર જેવા હાઈ પ્રોફાઇલ કેસ લડનાર અને ટૂ-જી સ્પેક્ટ્રમ કેસમાં બે આરોપીઓનું પ્રતિનિધિત્વ કરનારા જાણીતા 
ફોજદારી વકીલ શ્રીકાંત શિવાડેનું ૬૭ વર્ષની વયે ગઈ કાલે મહારાષ્ટ્રની એક ખાનગી હૉસ્પિટલમાં લાંબી માંદગીને કારણે અવસાન થયું હોવાનું તેમના પરિવારની નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું. 
શ્રીકાંત શિવાડેને લ્યુકેમિયા (બ્લડ-કૅન્સર) હતું એમ પરિવારજનોએ જણાવ્યું હતું. ટૂ-જી સ્પેક્ટ્રમ કેસમાં બે આરોપીઓનું પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત તેઓ શીના બોરા હત્યાકેસમાં પીટર મુખરજી માટે પણ કેસ લડ્યા હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત એક પુત્ર, પુત્રી અને તેમનાં મમ્મી છે.

mumbai mumbai news