અંબરનાથમાં BJPના પાંચ અને સેનાના એક ઉમેદવારનું નામાંકનપત્ર રદ

21 November, 2025 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૂંટણી માટે ૪૦૦ ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા બાદ સ્ક્રૂટિનીમાં ૫૪ કૅન્સલ થયાં

પ્રતીકાત્મક તસવીર

અંબરનાથ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ૫૯ બેઠકોની ચૂંટણી માટે કુલ ૪૦૦ નામાંકનપત્ર ભરાયાં હતાં. બુધવારે કરાયેલી સ્ક્રૂટિની બાદ ૫૪ નામાંકનપત્ર રદ કરવામાં આવ્યાં હતાં અને ૩૪૬ વૅલિડ, પાત્ર ઠેરવવામાં આવ્યાં હતાં. રદ કરાયેલાં નામાકનપત્રમાં પાંચ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના હતા, જ્યારે એક શિવસેનાનો હતો.

નગરાધ્યક્ષ માટે ૧૪ નામાંકનપત્ર ભરવામાં આવ્યાં હતાં, જેમાંથી ૩ ઇનવૅલિડ ઠેરવવામાં આવ્યાં હતાં. નગરાધ્યક્ષના પદ માટે શિવસેનાએ મનીષા વળેકર અને ભારતીય જનતા પાર્ટીએ તેજશ્રી કરંજુળેને ઉમેદવાર બનાવ્યાં છે. એથી બન્ને પક્ષો દ્વારા જોર લગાવવામાં આવી રહ્યું છે.

mumbai news ambernath municipal elections bmc election bharatiya janata party shiv sena mumbai