એનએમ કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા ‘ગૌરવવંતા ગુજરાતી’ મહોત્સવનું આયોજન

20 December, 2022 07:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

13 સ્પર્ધાઓનું આયોજન

એનએમ કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા ‘ગૌરવવંતા ગુજરાતી’ મહોત્સવનું આયોજન

શ્રી વિલેપાર્લે કેળવણી મંડળ (SVKM) સંચાલિત નરસી મોનજી વાણિજ્ય તથા અર્થશાસ્ત્ર મહાવિદ્યાલય (Narsee Monjee College)નું ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કૉલેજા ગુજરાતી સાહિત્ય મંડળે પ્રથમવાર ‘ગૌરવવંત ગુજરાતી’ મહોત્સવનું આયોજન કર્યું છે, જે અંતર્ગત 13 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક પ્રતિભા, કૌશલ્ય અને કળા વધુ ખીલવવાના પ્રયત્નોના ભાગરૂપે આ ઉપક્રમ શરૂ હાથ ધરાયો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે ગુજરાતી સાહિત્યનું જ્ઞાન અનોખી અને મનોરંજક રીતે વિદ્યાર્થીઓને આપી શકાય.

યુવાપેઢીમાં ભાષાવૈભવ વિકસે અને તેઓ આ મહોત્સવનો ભાગ બને તે માટે દરેક સ્પર્ધામાં આકર્ષક વિષયો આપવામાં આવ્યા છે. મહોત્સવમાં કુલ ૧૩ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સગવડ માટે ૬ સ્પર્ધાનું આયોજન ઑનલાઈન તથા બાકીની ૭ સ્પર્ધાનું આયોજન મહાવિદ્યાલયમાં પ્રત્યક્ષ કરવામાં આવ્યું છે. નિબંધ લેખન, ટૂંકી વાર્તા લેખન, લઘુ ચલચિત્ર નિર્માણ, રીલ મેકિંગ (Reel Making), ચિત્રકલા, લોગો ડિઝાઇન જેવી સ્પર્ધાઓનું આયોજન ઑનલાઈન થશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માગતા સ્પર્ધકોએ ૨ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં ઑનલાઈન કૃતિ મોકલવાની રહેશે, જ્યારે ચિત્રકલા, લોગો ડિઝાઇન સ્પર્ધા 3 જાન્યુઆરી ૨૦૨૩ના ઑનલાઇન લાઈવ યોજાશે.

આ પણ વાંચો: એસએસસી અને એચએસસીની એક્ઝામ આપવાનું મોંઘું થવાનું

ઉપરાંત ગીતગુંજન, નૃત્ય (Solo Dance), એકપાત્રીય અભિનય, શીઘ્ર વકતૃત્વ, હાસ્યની હેલી, ગરબો સજાવટ, મહેંદી જેવી સ્પર્ધાઓ કૉલેજમાં 5 જાન્યુઆરીએ કૉલેજમાં યોજાશે. દરેક સ્પર્ધા માટે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૨૬-૧૨-૨૦૨૨ રહેશે. દરેક સ્પર્ધામાં ત્રણ વિજેતા તથા બે પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે. સ્પર્ધા વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આપ કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળના ઇન્સ્ટાગ્રામ પેજ NM_GSMની મુલાકાત લઈ શકો છો.

mumbai mumbai news vile parle