17 April, 2025 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઇબર ફ્રૉડનો શિકાર બનીએ તો મુંબઈ સહિત દેશભરમાં સાઇબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર રિપોર્ટ કરી શકાય છે. ઑનલાઇન જૉબ ચીટિંગ, ઑનલાઇન શૅરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટ, ક્રેડિટ કાર્ડ ચીટિંગ, સેક્સ્ટૉર્શન, લોન ચીટિંગ અને મૅટ્રિમોનિયલ ચીટિંગ સહિત ડિજિટલ અરેસ્ટ જેવા મામલામાં લોકોને તાત્કાલિક મદદ મળી શકે અને સાઇબર પોલીસ પણ ઑનલાઇન ફ્રૉડ કરનારાઓની માહિતી મેળવી શકે એ માટે ડિજિટલ રક્ષક હેલ્પલાઇન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મુંબઈમાં સાઇબર ફ્રૉડનો શિકાર બનનારા હવે ૧૯૩૦ નંબર ઉપરાંત 77150 04444 અને 74000 86666 હેલ્પલાઇન નંબર ડાયલ કરીને મદદ મેળવી શકશે.