ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્રને બચાવવા માટે ક્યારેય લાંચ માગી નથી: સમીર વાનખેડેની હાઈ કોર્ટને સ્પષ્ટતા

24 March, 2026 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ આરોપસર સમીર વાનખેડે અને અન્ય લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ કેસ નોંધ્યો છે.

સમીર વાનખેડે, શાહરુખ ખાન અને આર્યન ખાન

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ સોમવારે બૉમ્બે હાઈ કોર્ટમાં જણાવ્યું હતું કે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને બચાવવા માટે તેમણે શાહરુખ ખાન પાસેથી ક્યારેય લાંચ માગી નથી કે લીધી નથી.

સમીર વાનખેડેએ પોતાની સામે લાગેલા ભ્રષ્ટાચાર અને લાંચના આરોપો પર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ૨૦૨૩ના મેમાં નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) રદ કરવાની માગણી કરતી અરજી કરી છે. CBIના FIR મુજબ ક્રૂઝ શિપ કૉર્ડેલિયા પર ડ્રગ્સ-પાર્ટી કેસમાં સમીર વાનખેડે અને કેસના અન્ય આરોપીઓએ શાહરુખ ખાનના પુત્રને ક્લીનચિટ આપવા માટે શાહરુખ ખાન પાસેથી પચીસ કરોડ રૂપિયાની માગણી કરી હતી. આ આરોપસર સમીર વાનખેડે અને અન્ય લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ કેસ નોંધ્યો છે.

આ કેસની વધુ સુનાવણી આજે હાથ ધરવામાં આવશે.

mumbai news mumbai Shah Rukh Khan aryan khan Narcotics Control Bureau bombay high court