Maharashtra: મુંબઈમાં શરદ પવારની બેઠકમાં કર્ણાટકના પરિણામનો ઉલ્લેખ, જાણો વિગતે

17 May, 2023 09:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં (Mumbai) એનસીપી પ્રમુખ શરદ પવારે 2024ની લોકસભા ચૂંટણી, મહારાષ્ટ્ર સરકારના શાસન અને રાજ્યની હાલની રાજનૈતિક સ્થિતિના મુદ્દે પાર્ટી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં અજિત પવાર, પ્રફુલ્લ પટેલ અને જયંત પાટિલ સહિત અનેક નેતા સામેલ થયા.

શરદ પવાર (ફાઇલ તસવીર)

મુંબઈમાં (Mumbai) એનસીપી પ્રમુખ શરદ પવારે 2024ની લોકસભા ચૂંટણી, મહારાષ્ટ્ર સરકારના શાસન અને રાજ્યની હાલની રાજનૈતિક સ્થિતિના મુદ્દે પાર્ટી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં અજિત પવાર, પ્રફુલ્લ પટેલ અને જયંત પાટિલ સહિત અનેક નેતા સામેલ થયા. પાર્ટીના પ્રવક્તા મહેશ તપાસેએ જણાવ્યું કે આ બેઠકમાં પાર્ટી સંગઠન વિશે ચર્ચા થઈ. કર્ણાટકમાં જે રીતે ફેરફાર થયા, તો આવા ફેરફાર મહારાષ્ટ્રમાં પણ થઈ શકે છે આ સંદર્ભે ચર્ચા થઈ.

મહેશ તાપસેએ જણાવ્યું કે જયપ્રકાશ દાંડેગાવકરને પાર્ટીની ડિસિપ્લિનરી કમિટીના અધ્યક્ષ, મહારાષ્ટ્રમાં પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અને તાલુક અધ્યક્ષની ચૂંટણી કાર્યક્રમ નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. દિલીપ વલસે પાટિલને મુંબઈ માટે પાર્ટીના અંતર્ગત ચૂંટણી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. વન બૂથ 20 યૂથને પાર્ટીમાં લાગૂ પાડવામાં આવશે.

આ બેઠકમાં ચર્ચા થઈ કે બૂથ સ્તરે પાર્ટી સંગઠન મજબૂત કરવામાં આવશે. પાર્ટી સંગઠનને મજબૂત કરવા માટે વિભાગીય સ્તરે કાર્યકર્તાઓની શિબિર લેવામાં આવશે. આગામી બે મહિનામાં બૂથ કમિટી બનાવવામાં આવશે. 10 જૂનના એનસીપીનું 25મો સ્થાપના દિવસ અહમદનગરમાં ઉજવવામાં આવશે.

પૂર્વ મુંબઈ પોલીસ આયુક્ત પરમબીર સિંહનું સસ્પેન્શન રદ કરી દેવામાં આવ્યું છે, આ મુદ્દાને પણ એનસીપી નેતા અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખે પાર્ટીની કોર કમિટીની મીટિંગમાં રજૂ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયનો મીટિંગમાં હાજર સભ્યોએ વિરોધ કર્યો.

આ પણ વાંચો : મને ફર્સ્ટ હાફ, પછી તમે; DK શિવકુમારે આપ્યો સિદ્ધારમૈયા સાથે સમાધાનનો ફૉર્મ્યુલા

નોંધનીય છે કે આગામી સમયમાં બીએમસીની ચૂંટણી થવાની છે. આ સિવાય આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી થવાની છે. શરદ પવારે અધ્યક્ષ પદેથી જ્યારે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે સંગઠનને મજબૂત કરવા પર તેમનું જોર રહેશે. તેમણે એ પણ કહ્યું હતું કે 2024ને ધ્યાનમાં રાખતા પાર્ટીની અંદરના નવા નતૃત્વને તૈયાર કરવામાં આવશે. બુધવારે થયેલી બેઠક શરદ પવારે આ મુદ્દાઓ પર ચર્ચા કરી અને આગામી સમયમાં આની શું અસર થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

Mumbai mumbai news maharashtra sharad pawar nationalist congress party karnataka national news