09 May, 2024 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રફુલ પટેલની ફાઇલ તસવીર
ભારતીય જનતા પાર્ટી સાથે મહાયુતિમાં જોડાયા બાદ પહેલી ચૂંટણી સાથે મળીને લડી રહેલા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા પ્રફુલ પટેલે કહ્યું છે કે મહાયુતિમાં લોકસભાની ચૂંટણીમાં ચાર જ બેઠકો પર અમને ઉમેદવારી મળી છે, પણ હવે વિધાનસભા વખતે જેટલી વધુ મળે એટલી બેઠકો પર ઉમેદવાર ઊભા રાખીશું, લોકસભાની કસર વિધાનસભામાં પૂરી કરીશું. પ્રફુલ પટેલે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીનો સારાસાર વિચાર કરી અમે ઓછી બેઠકો પર લડવા તૈયાર થયા. અમે વધુ બેઠકોની માગણી કરી હતી, પણ મહાયુતિમાં ત્રણ પક્ષોને બેઠકો ફાળવવાની હોવાથી બેઠકોની વહેંચણી વખતે મુશ્કેલી પડે છે એથી અમે એનો વિચાર કરી ઓછી બેઠકો પર સમાધાન માન્યું છે.’