આર્યન ખાનને જેલ મોકલનાર NCB અધિકારી સમીર વાનખેડેને મળી ક્લિન ચિટ, જાણો વિગતો

13 August, 2022 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આદેશમાં કહેવામાં આવ્યું છે કે સમીર વાનખેડે અને તેમના પિતા હિંધૂ ધર્મના મહાર--37  અનુસૂચિત જાતિના છે એ સિદ્ધ થાય છે.

સમીર વાનખેડે (ફાઈલ તસવીર)

Sameer Wankhede: કાસ્ટ સ્ક્રૂટની કમિટીએ NCBના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને ક્લિન ચિટ આપી દીધી છે. આદેશમાં કમિચીએ કહ્યું કે સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ નથી. સમીર વાનખેડે અને તેમના પિતા જ્ઞાનેશ્વર વાનખેડેએ મુસ્લિમ ધર્મમાં પ્રવેશ કર્યો છે આ વાત સાબિત થતી નથી. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સમીર વાનખેડે અને તેમના પિતા હિંધૂ ધર્મના મહાર--37  અનુસૂચિત જાતિના છે એ સિદ્ધ થાય છે.

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલા નવાબ મલિક, મનોજ સંસારે, અશોક કાંબલે અને સંજય કાંબલેએ જે સમીર વાનખેડેની જાતિ પ્રમાણપત્રને લઈને જે ફરિયાદ કરી હતી તેમાં કોઈ તથ્ય ન મળ્યા હોવાને કારણે તેમની ફરિયાદ રદ કરવામાં આવે છે.

મુંબઈ NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની કાસ્ટ સર્ટિફિકેટ પર ઉઠાવવામાં આવેલા સવાલ પછી ફરિયાદ નોંધવામાં આવી હતી. હકિકતે મુંબઈ પોલીસને બે ફરિયાદ મળી જેમાં ફરિયાદકર્તાએ કહ્યું કે વાનખેડેનું કાસ્ટ સર્ટિફિકેટ ડુપ્લિકેટ છે અને જે મેળવવા માટે દસ્તાવેજ સાથે છેડછાડ કરવામાં આવી છે જેથી તેમને SC કેટેગરીમાં નોકરી મલી શકે. ફરિયાદરક્તતાએ પૂરાવા તરીકે કમિટીને વાનખેડેનું બર્થ સર્ટિફિકેટ અને નિકાહનામું આપ્યું હતું. તે ફરિયાદના આધારે પોલીસે SITનું ગઠન કરી તપાસ શરૂ કરી હતી.

સૌથી પહેલા નવાબ મલિકે મૂક્યો હતો આરોપ
હકિકતે આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede)ના જન્મ પ્રમાણપત્ર પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. મલિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર વાનખેડેના બર્થ સર્ટિફિકેટની એક કૉપી મૂકી હતી, જેમાં તેમના પિતાનું નામ દાઉદ વાનખેડે કહેવામાં આવ્યું છે, તેમણે આરોપ મૂક્યો છે કે વાનખેડેએ એસસી શ્રેણી હેઠળ IRSમાં નોકરી હાંસલ કરવા માટે `ડુપ્લિકેટ` દસ્તાવેજનો ઉપયોગ કર્યો છે. આઇઆરએસ અધિકારી વાનખેડે, ગયા વર્ષે એનસીબી સાથે જોડાયા હતા. આ મહિનાની શરૂઆતમાં તેમના અટેચમેન્ટને છ મહિના માટે લંબાવી દેવામાં આવ્યા હતા.

Mumbai mumbai news maharashtra wankhede nawab malik