10 November, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજા કોળીને તેની બૅગ પાછી આપી રહેલા RPFના અધિકારી.
નાયગાંવમાં રહેતી ૩૨ વર્ષની પૂજા કોળી ગઈ કાલે વિરારથી ચર્ચગેટ જતી ટ્રેનમાં તેની બૅગ ભૂલીને જ જોગેશ્વરી સ્ટેશન પર ઊતરી ગઈ હતી. એમાં દાગીના અને કૅશ મળીને ૨.૯૪ લાખ રૂપિયાની મતા હતી. બીજી બાજુ ટ્રેનમાં નધણિયાતી બૅગ જોઈને કેટલાક પૅસેન્જરોએ અંધેરી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને આની જાણ કરી હતી. એથી તેમણે એ બૅગનો તાબો લીધો હતો. ત્યાર બાદ પૂજા રેલવે પ્રોટેક્શન ફોર્સમાં આ બાબતે ફરિયાદ લખાવવા અંધેરી આવી ત્યારે RPFએ તેને તેની બૅગ જેમની તેમ પાછી આપી હતી. એ બૅગમાં પૂજાની સોનાની ચેઇન, વીંટી, બે રિસ્ટવૉચ, બાળકોની એક વૉચ, ૪૦,૦૦૦ રૂપિયા રોકડા, ૧૦૦૦ રૂપિયાની બૅગ, મોબાઇલ, ચશ્માં અને અન્ય ચીજો મળીને ૨.૯૪ લાખ રૂપિયાની મતા હતી. પૂજાએ બૅગ પાછી મળતાં RPFનો ખૂબ-ખૂબ આભાર માન્યો હતો.