હોળી પર વરસ્યાં વરુણદેવ : મુંબઈમાં વીજળી અને હવા સાથે વરસાદનું તોફાન

07 March, 2023 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે બપોર સુધી પડી શકે છે મુંબઈ, પુણે અને અહેમદનગરમાં વરસાદ

મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં વાવાઝોડાની ચેતવણી (તસવીર સૌજન્ય : આઇએમડી)

મુંબઈકરોની સવાર પડી ત્યારે જાણે શિયાળા પછી સીધું ચોમાસું આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. સોમવારે સાંજથી જ શહેરમાં જોરદાર પવનો ફુંકાતા હતાં. મોડી સાંજે શહેરમાં જોરદાર પવન ફુંકાયા હતાં. કેટલાક વિસ્તારોમાં તો સુસવાટાવાળા પવનને કારણે હોર્ડિંગ્સ પડી ગયા હોવાના અહેવાલ હતા. કેટલાક વિસ્તારોમાં મોડી રાતે વરસાદનું ઝાપટું પડ્યું હતું. જ્યારે આજે સવારથી મુંબઈના અનેક વિસ્તારોમાં વીજળી અને પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર મુંબઈકર્સે વરસાદ અને વીજળીના વીડિયો પણ શૅર કર્યા છે.

ભારતીય હવાન વિભાગે આગાહી કરી છે કે, ‘આગામી ત્રણ-ચાર કલાક દરમિયાન મુંબઈ, પુણે, અહમદનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે વીજળીના ચમકારા અને હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. બહાર નીકળતી વખતે સાવચેતી રાખો.’

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો - Happy Holi : હોળી-ધૂળેટીના આ ગુજરાતી ગીતોને કરો તમારી પ્લેલિસ્ટમાં સામેલ

આજે સવારે વહેલી સવારે પડેલા વરસાદની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે.

IMDના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ વરસાદનું કારણ દક્ષિણ કોંકણથી મધ્ય છત્તીસગઢ સુધી નિમ્ન ઉષ્ણકટિબંધીય સ્તરો પર વહેતી હવાઓ છે. જેને કારણે ૬થી ૮ માર્ચ દરમિયાન મધ્ય ભારતમાં, ૬થી ૯ માર્ચ દરમિયાન મહારાષ્ટ્રમાં અને ૬-૭ માર્ચના રોજ રાજસ્થાન અને ગુજરાતમાં ગાજવીજ સાથે છૂટાછવાયાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો - ધુળેટી મનાવવા રંગરસિયાઓને મળી શકે છે વરુણ દેવનો સંગાથ

મુંબઈમાં થાણે ઉપરાંત, કલ્યાણ-ડોમ્બિવલી, ધુલે અને જલગાંવમાં પણ વરસાદ પડ્યો હતો. જલગાંવમાં કમોસમી વરસાદ અને ધુળે જિલ્લામાં પડેલા કરાના વાવાઝોડાએ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

mumbai mumbai news mumbai rains Weather Update mumbai weather holi indian meteorological department