મુંબઈ યુનિવર્સિટીની સ્થગિત કરાયેલી એક્ઝામ્સ આવતી કાલથી

05 February, 2023 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ યુનિવર્સિટીના શિક્ષકેતર કર્મચારીઓની ઘણી બધી માગણીઓ લાંબા સમયથી પેન્ડિંગ હતી અને એનો ઉકેલ આવી રહ્યો નહોતો.

મુંબઈ યુનિવર્સિટીની સ્થગિત કરાયેલી એક્ઝામ્સ આવતી કાલથી


મુંબઈ ઃ મુંબઈ યુનિવર્સિટીના શિક્ષકેતર કર્મચારીઓની ઘણી બધી માગણીઓ લાંબા સમયથી પેન્ડિંગ હતી અને એનો ઉકેલ આવી રહ્યો નહોતો. યુનિવર્સિટીની ૨૦૨૨-’૨૩ના વિન્ટર સેશન (ઑક્ટોબર-નવેમ્બર)ની ગ્રૅજ્યુએશન અને પોસ્ટ-ગ્રૅજ્યુએશનની પરીક્ષાઓ બીજી ફેબ્રુઆરીથી દસમી ફેબ્રુઆરી દરમ્યાન લેવાવાની હતી. બીજી તારીખે પરીક્ષાઓ લેવાઈ હતી. જોકે એ પછી શિક્ષકેતર કર્મચારીઓની મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યાપીઠ વ મહાવિદ્યાલયીન સેવક સંયુક્ત કૃતિ સમિતિ તેમની માગણીઓને લઈને પરીક્ષાના કામકાજનો બહિષ્કાર કરીને આંદોલન પર ઊતરી જતાં પરીક્ષાઓ સ્થગિત કરી દેવાઈ હતી અને એ સંદર્ભેનું નોટિફિકેશન પણ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. સ્થગિત કરી દેવાયેલી આ પરીક્ષાઓ હવે ૬ ફેબ્રુઆરીથી લેવામાં આવશે એની જાણ કરતો સર્ક્યુલર યુનિવર્સિટી દ્વારા ગઈ કાલે બહાર પાડવામાં આવ્યો હતો. એ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ યુનિવર્સિટીની વેબસાઇટ પર જોઈ શકાશે.

mumbai university mumbai news