ઉલ્હાસનગરનાં વિધાનસભ્ય જ્યોતિ પપ્પુ કાલાણીનું હાર્ટ-અટૅકને લીધે મૃત્યુ

19 April, 2021 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉલ્હાસનગરનાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનાં બે વખત વિધાનસભ્ય રહી ચૂકેલાં જ્યોતિ પપ્પુ કાલાણીનું ગઈ કાલે સાંજે તેમના ઉલ્હાસનગરના કાલાણી બંગલોમાં ૭૦ વર્ષની ઉંમરે નિધન થયું હતું.

જ્યોતિ પપ્પુ કાલાણી

ઉલ્હાસનગરનાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનાં બે વખત વિધાનસભ્ય રહી ચૂકેલાં જ્યોતિ પપ્પુ કાલાણીનું ગઈ કાલે સાંજે તેમના ઉલ્હાસનગરના કાલાણી બંગલોમાં ૭૦ વર્ષની ઉંમરે નિધન થયું હતું. ગઈ કાલે સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ તેમને હાર્ટ-અટૅક આવતાં તેમનું નિધન થયું હતું. તેઓ ઉલ્હાસનગરનાં મેયર પણ રહી ચૂક્યાં હતાં. તેમના પતિ પપ્પુ કાલાણી પણ ચાર વખત એનસીપીના વિધાનસભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ જેલમાં છે. પપ્પુ કાલાણી સત્તામાં નહોતા અને જેલમાં હતા ત્યારે જ્યોતિ કાલાણીએ પરિવારની ધુરા સંભાળી હતી અને પતિનો રાજકીય વારસો આગળ ધપાવ્યો હતો. તેમના પરિવારમાં દીકરા ઓમી અને એક દીકરીનો સમાવેશ થાય છે. 

mumbai mumbai news ulhasnagar