Mumbaiને ટૂંક સમયમાં મળશે દેશના સૌથી લાંબા સમુદ્રી બ્રિજની ભેટ, જાણો વિગતે

22 May, 2023 10:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશના સૌથી લાંબા સમુદ્રી પુલ મુંબઈ (Mumbai) ટ્રાન્સ હાર્બર સી લિન્ક (MTHL)ના 25-26 મે સુધી પૂરું થવાની આશા છે. 16.5 કિમી લાંબા ડેક, ભારતનો પહેલો પુલ હશે જેમાં ઓપન રોડ ટોલિંગ (ORT) પ્રણાલી હશે.

પ્રતીકાત્મક તસવીર

દેશના સૌથી લાંબા સમુદ્રી પુલ મુંબઈ (Mumbai) ટ્રાન્સ હાર્બર સી લિન્ક (MTHL)ના 25-26 મે સુધી પૂરું થવાની આશા છે. 16.5 કિમી લાંબા ડેક, ભારતનો પહેલો પુલ હશે જેમાં ઓપન રોડ ટોલિંગ (ORT) પ્રણાલી હશે. આથી સેન્ટ્રલ મુંબઈમાં સેવરીથી નવી મુંબઈમાં ચિરલે સુધીનો પ્રવાસ 15થી 20 મિનિટમાં શક્ય હોવાની આશા છે.

ટાઈમ્સ નાઉના પોતાના રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેકનું સંપૂર્ણ કામ થયા બાદ વાહનોના આવાગમનની પરવાનગી આપવામાં આવશે. MTHLની લંબાઈ કુલ 22 કિલોમીટર હશે, જેમાં 5.5 કિમી જમીન પર નાળા સાથે જોડાયેલા હશે, તો સમુદ્રની ઉપર પુલની લંબાઈ 16.5 કિમી હશે. આ પુલ પર દરરોજ લગભગ 70000 વાહન બન્ને દિશાઓમાંથી પસાર થશે. આ સમુદ્રી પુલનો હેતુ રસ્તા પર આવાગમન ઘટાડવાનો અને આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે.

આ પણ વાંચો : `રેડ લાઈટ એરિયા કિધર હૈ`, ઑટોવાળાને પૂછતાં જ UPથી મુંબઈ આવેલ કપલની થઈ ધરપકડ

આ પુલ પર 6-લેન રોડ અને 2 ઈમરજન્સી લેન છે, જે મુંબઈ તરફ અને સેવરી અને મુખ્ય ભૂમિ પર નવી મુંબઈમાં ચિરલે વચ્ચે બંદરગાહ સુધી ફેલાયેલી છે. આ કામ પૂરું થયા બાદ ભારતમાં સૌથી લાંબો સમુદ્રી પુલ હશે. આ પુલ બનાવવામાં કુલ લાગત લગભગ 18,000 કરોડ રૂપિયા આવી છે. આ પ્રૉજેક્ટ જાપાન ઈન્ટરનેશનલ કૉ-ઑપરેશન એજન્સી પાસેથી કરજ સાથે ડિઝાઈન-બિલ્ડ આધારે કાર્યાન્વિત કરવામાં આવી રહી છે. આ ડેકના ઉદ્ઘાટન બાદ એમએમઆરડીએ મુંબઈમાં અનેક પરિયોજનાઓ પર પોતાનું ધ્યાન ફોકસ કરશે, જેમ કે સીસીટીવી કેમેરા, લેમ્પપોસ્ટ અને ટોલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના ઇત્યાદિ.

Mumbai mumbai news navi mumbai sewri