ટ્રાફિક-સેન્સના નામે મુંબઈગરાઓ મીંડું? એક જ દિવસમાં ૯૪૫૦ લોકો વિરુદ્ધ ગુના દાખલ

29 August, 2026 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૧૫૪ લોકો રૉન્ગ સાઇડમાં ડ્રાઇવ કરવા બદલ દંડાયા

ફાઇલ તસવીર

મુંબઈ પોલીસના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરીને એક જ દિવસમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૯૪૫૦ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. એમાંથી ૧૧૫૪ લોકો વિરુદ્ધ રૉન્ગ સાઇડમાં વાહન ચલાવવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરના વિવિધ ભાગોમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરીને હેલ્મેટ ન પહેરાનારા, ટ્રિપલ સીટ લઈને ટૂ-વ્હીલર ચલાવનારા, અયોગ્ય નંબરપ્લેટ ધરાવતાં વાહનો હંકારનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને જોખમી રીતે વાહન ચલાવીને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકનારા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું ટ્રાફિક ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.

પરેલ વિસ્તારમાં પણ ઊભી થયેલી પરિસ્થિતિને કારણે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભોઈવાડા ટ્રાફિક ડિપાર્ટમેન્ટે એકલાએ જ ૨૪૫ ડ્રાઇવરો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

mumbai traffic mumbai traffic police mumbai mumbai news