પ્રૉપર્ટી ટૅક્સના બાકી નીકળતા 19,874 crમાંથી 15,878 કરોડ રૂપિયા વિવાદમા

12 March, 2021 07:31 AM IST  |  Mumbai | Prajakta Kasale

પ્રૉપર્ટી ટૅક્સના બાકી નીકળતા 19,874 crમાંથી 15,878 કરોડ રૂપિયા વિવાદમા

પ્રતીકાત્મક તસવીર

કોરોનાકાળમાં તિજોરીમાં પડેલો ખાલીપો ભરવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યારે બિલ મોકલવામાં અને વસૂલ કરવામાં વારંવાર સમસ્યા નડી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ની પ્રૉપર્ટી ટૅક્સની બાકી નીકળતી રકમ ૧૯,૮૭૪ કરોડ રૂપિયા હોવાનું મુંબઈ મહાનગરપાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું. એ રકમ મહાનગરપાલિકાની કુલ અંદાજિત વાર્ષિક આવક જેટલી છે. કુલ બાકી નીકળતી રકમ-પેન્ડિંગ અમાઉન્ટમાંથી ૧૫,૮૭૮ કરોડ રૂપિયા વિવાદોમાં ફસાયેલા છે. પાલિકાનું તંત્ર એને લૉક્ડ અપ બૅલૅન્સ ગણે છે. બાકી નીકળતી રકમમાંથી ફક્ત ૩૯૯૫ કરોડ રૂપિયા વસૂલ કરી શકાય એમ છે.

મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૨૦-’૨૧ના બજેટમાં પ્રૉપર્ટી ટૅક્સ રૂપે ૬૭૬૮ કરોડ રૂપિયાની વસૂલીનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ સુધારિત અંદાજ મુજબ ૨૦૨૦-’૨૧ની આવક ૨૨,૫૭૨ કરોડ રૂપિયામાં પ્રૉપર્ટી ટૅક્સ દ્વારા ૪૫૦૦ કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાના છે અને એમાંથી ૩૪૮૬ કરોડ રૂપિયા વસૂલ થઈ ચૂક્યા છે. બાકીની રકમ ચાલુ માર્ચ મહિનાના અંત સુધીમાં કમર્શિયલ પ્રૉપર્ટીઝના પ્રૉપર્ટી ટૅક્સના કલેક્શન દ્વારા પ્રાપ્ત થવાની અપેક્ષા રાખવામાં આવે છે.

બાકી નીકળતી રકમમાં ૧૫૦૦ કરોડ રૂપિયા વિવિધ ગવર્નમેન્ટ એજન્સીના છે. ૩૦૦૦ કરોડ રૂપિયા કૅપિટલ વૅલ્યુ બેઝ્‍ડ ટૅક્સ વિરોધી ફરિયાદોમાં ફસાયેલા છે. ૧૩૦૦ કરોડ રૂપિયા પિટિશન્સમાં અને ૧૫૦૦ કરોડ રૂપિયા સિસ્ટમમાં રૉન્ગ આઉટ સ્ટૅન્ડિંગ રૂપે અટકેલા છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation prajakta kasale