01 December, 2024 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં મોટા પાયે ચલાવવામાં આવતા જનજાગૃતિ અભિયાન, યોગ્ય ઉપચાર અને સારવાર આપવામાં આવતી હોવાથી છેલ્લાં પાંચ વર્ષમાં ઍક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશ્યન્સી સિન્ડ્રૉમ (AIDS)ના દરદીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, એવી માહિતી મુંબઈ જિલ્લા AIDS કન્ટ્રોલ સોસાયટીએ આપી છે. આજે વર્લ્ડ AIDS ડે છે.
૨૦૧૯-’૨૦માં ૪૬૧૭ દરદીઓ નોંધાયા હતા. આ સંખ્યા કુલ જે ટેસ્ટ કરાઈ હતી એની ૦.૭ ટકા હતી. જ્યારે કે ૨૦૨૩-’૨૪માં મુંબઈમાં ૩૩૮૩ દરદી નોંધાયા હતા જે કુલ ટેસ્ટના ૦.૫ ટકા હતા. આમ AIDSના દરદીઓની સંખ્યામાં ઘડાડો નોંધાયો છે. કુલ દરદીઓની સંખ્યામાંથી ૭૫ ટકા દરદી ૧૫થી ૪૯ની ઉંમરના છે જેમાં મહિલાઓ ૩૧ ટકા છે. ૯૫ ટકા દરદીઓને આ રોગ અસુરક્ષિત જાતીય સંબંધ રાખવામાં થયો હતો, જ્યારે કે ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં ૩ ટકા બાળકોને AIDSનો રોગ લાગ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.