મુંબઈમાં ચોમાસા પહેલાં જ મલેરિયાના કેસમાં મોટો ઉછાળો : ૪ મહિનામાં ૧૭૭૩ કેસ નોંધાયા

27 April, 2026 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૫માં મુંબઈમાં ૧૦,૧૬૩ મલેરિયાના કેસ નોંધાયા હતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મુંબઈમાં મલેરિયાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના ડેટા મુજબ પહેલી જાન્યુઆરી અને ૨૧ એપ્રિલની વચ્ચે મુંબઈમાં ૧૭૭૩ મલેરિયાના કેસ નોંધાયા છે. સામાન્ય રીતે મલેરિયા અને ડેન્ગીના કેસ આ વર્ષે સીઝન પહેલાં જ વધારે નોંધાવા લાગ્યા છે અને ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મલેરિયાના કેસમાં વધારો થયો છે. મલેરિયાના કેસ સામાન્ય રીતે વર્ષના પ્રથમ ૪ મહિના કરતાં ચોમાસામાં વધે છે. ૨૦૨૫માં મુંબઈમાં ૧૦,૧૬૩ મલેરિયાના કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં ૨૦૨૪-’૨૫માં દરરોજ લગભગ ૭૪થી ૭૫ મલેરિયાના કેસ નોંધાયા હતા, જેમાં મુંબઈમાં ૩૦થી ૪૦ ટકા કેસ નોંધાયા હતા. એટલે કે દરરોજ આશરે ૨૮ કેસ ફક્ત મુંબઈમાં નોંધાયા હતા. 

મચ્છર વધવાનું કારણ શું?

વહેલું ચોમાસું અને બદલાતા હવામાનની પૅટર્ને મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી છે. સાથે જ મુંબઈમાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામને કારણે પાણી જમા થતું રહે છે. મલેરિયા ફેલાવતા એનોફિલિસ મચ્છરો માટે આવાં સ્થળો આદર્શ છે. 

mumbai mumbai news ministry of health and family welfare brihanmumbai municipal corporation malaria dengue