Mumbai Rains: રવિવાર સુધીમાં આવશે મેઘરાજાની સવારી, કાળઝાળ ગરમીથી મળશે રાહત

08 June, 2023 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેની પાંચ દિવસની આગાહીમાં 7-10 જૂન દરમિયાન મુંબઈ (Mumbai), થાણે (Thane) અને પાલઘર (Palghar)ના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેની પાંચ દિવસની આગાહીમાં 7-10 જૂન દરમિયાન મુંબઈ (Mumbai), થાણે (Thane) અને પાલઘર (Palghar)ના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ (Mumbai Rains)ની આગાહી કરી છે. હવામાન વિભાગે (IMD) મંગળવારે મોડી સાંજે, 6 જૂનના રોજ એક ચેતવણીમાં જણાવ્યું હતું કે, “ડીપ ડિપ્રેશન IST 1730 કલાકે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાન બિપરજોયમાં તીવ્ર બન્યું હતું. આગામી 24 કલાક દરમિયાન લગભગ ઉત્તર તરફ અને ગંભીર ચક્રવાતી તોફાનમાં આગળ વધ્યું હતું.”

હવામાન વિભાગે મુંબઈના દરિયાકાંઠે જોરદાર પવન અને ઊંચા મોજાં આવવાની પણ આગાહી કરી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. મુંબઈ અને પુણેમાં 8થી 10 જૂન દરમિયાન થોડો તીવ્ર વરસાદ (Mumbai Rains) થવાની સંભાવના છે. વધુમાં, શુક્રવાર 9 જૂનથી શનિવાર અને રવિવાર, 11 જૂન સુધી મુંબઈ અને કોંકણ પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

મુંબઈમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 11 જૂન છે, પરંતુ કેરળમાં હજુ લોન્ચ થવાની બાકી હોવાથી શહેરની રાહ વધુ લાંબી થઈ શકે છે. જો કે, આ વરસાદથી રાજ્યભરમાં ચાલી રહેલી હીટવેવમાંથી રાહત મળશે.

ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ‘બિપરજૉય’ નામનું વાવાઝોડું અતિ તીવ્ર બન્યું છે, જે વધુ મજબૂત થવાની આગાહી કરવામાં આવી છે. અત્યારે આ વાવાઝોડું ૧૧૫થી ૧૨૦ કિલોમીટરની ગતિથી ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જોકે મુંબઈ વેધશાળાના કહેવા પ્રમાણે અત્યારની પરિસ્થિતિ જોતાં બિપરજૉય વાવાઝોડાની મહારાષ્ટ્ર, મુંબઈ, ગોવાના વિસ્તારોમાં ગંભીર અસર થવાની અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી. બે દિવસ પછી આ વાવાઝોડાને કારણે કોંકણના અમુક ભાગોમાં હળવો વરસાદ આવી શકે છે.

બિપરજૉય ક્યાં જઈ રહ્યું છે?

મુંબઈ વેધશાળાનાં ડૉ. સુષમા નાયરે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પરનું ડીપ ડિપ્રેશન ચક્રવાત તોફાન બિપરજૉય ગઈ કાલે સાંજ પછી અતિ તીવ્ર બન્યું છે. એને કારણે આ વખતે ચોમાસું વિલંબ થવાની પૂરી શક્યતા છે. સામાન્ય સંજોગોમાં અત્યાર સુધીમાં ચોમાસું કોંકણમાં પ્રવેશી જાય છે. અત્યારે બિપરજૉય મુંબઈથી ૯૦૦ કિલોમીટર દૂર છે. અત્યારના સંજોગોમાં આજકાલમાં એની કોઈ અસર મુંબઈ અને મહારાષ્ટ્ર પર થાય એવું લાગતું નથી. જોકે બે દિવસ પછી આ વાવાઝોડાને કારણે કોંકણમાં વરસાદનાં હળવાં ઝાપટાં આવવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો: ‘બિપરજૉય’ વાવાઝોડું મુંબઈ પર નહીં ત્રાટકે

૪૮ કલાકમાં કેરલામાં ચોમાસું

આઇએમડીના અધિકારી કે. એસ. હોસલકરના કહેવા પ્રમાણે અત્યારે વાવાઝોડું કલાકના ૧૧૫થી ૧૨૫ કિલોમીટરની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. ધીમે-ધીમે બિપરજૉય તોફાની બની રહ્યું છે. એને કારણે માછીમારોને પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે.

mumbai rains mumbai monsoon indian meteorological department mumbai mumbai news