20 August, 2025 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈની હાલત કેવી હતી એ બયાન કરે છે આ તસવીર
મુંબઈમાં ગઈ કાલે જે વરસાદ વરસ્યો એ છેલ્લાં આઠ વર્ષમાં પડેલો સૌથી વધુ વરસાદ હતો. ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતું કે ‘ગઈ કાલે મુંબઈ સિટીમાં ૩૦૦ મિલિમીટર, ઈસ્ટર્ન સબર્બ્સમાં પણ ૩૦૦ મિલીમીટર અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૩૬૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ પહેલાં ૨૦૧૭માં એક જ દિવસમાં સૌથી વધુ ૪૨૦ મિલીમીટર વરસાદ પડ્યો હોવાની નોંધ છે. ગઈ કાલે સવારે ૮થી સાંજે ૬ વાગ્યા સુધીમાં મુંબઈ સિટીમાં ૭૯.૨૭ મિલીમીટર, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૧૦૮.૮૧ મિલીમીટર અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૧૧૫.૯૨ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.’