Mumbai- Goa રૂટ પર દોડશે વંદે ભારત સેમી-હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન

04 March, 2023 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટૂંક સમયમાં જ મુંબઈ-ગોવા માર્ગે એક વંદે ભારત સેમી-હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે. આની માહિતી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય નિરંજન ડાવખરે દ્વારા શૅર કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

ટૂંક સમયમાં જ મુંબઈ-ગોવા માર્ગે એક વંદે ભારત સેમી-હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે. આની માહિતી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય નિરંજન ડાવખરે દ્વારા શૅર કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના વિધેયકોએ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી સાથે મુલાકાત
મહારાષ્ટ્રના વિધેયકોના પ્રિતિનિધિમંડળને 3 ફેબ્રુઆરીના કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે સાથે મુલાકાત કરી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ સમૂહને જણાવ્યું કે મુંબઈ અને ગોવા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે.

દાનવેએ કહ્યું કે આ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ-શિરડી અને મુંબઈ-સોલાપુર માર્ગો પર તાજેતરમાં શરૂ કરવામાં આવેલી ટ્રેનોની જેમ મુંબઈ અને ગોવા વચ્ચે પણ સંચાલિત કરવામાં આવશે.

મુંબઈ-ગોવા રેલ માર્ગનું કામ થયું પૂરું
કેન્દ્રીય મંત્રીએ પ્રતિનિધિમંડળને જણાવ્યું કે મુંબઈ-ગોવા રેલ માર્ગનું વિદ્યુતિકરણ પૂરું થઈ ગયું છે અને નિરીક્ષણ પછી નવી ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. પ્રતિનિધિમંડળે બેઠક દરમિયાન મંત્રી સાથે થાણે અને કોંકણ ક્ષેત્રમાં રેલવે સાથે સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.

આ વચ્ચે રેલવે પરિયોજનાથી પ્રભાવિત વ્યક્તિઓ કે તેમના સંબંધીઓને સ્ટોલ ફાળવવા, ખેડૂતો માટે પ્રત્યેક રેલવે સ્ટેશન પર મોબાઈલ સ્ટૉલ, તેમના અને ટ્રેનો વચ્ચેના અંતરને ઘટાડવા માટે પ્લેટફૉર્મની ઊંચાઈ વધારવી, રેલવે પુલને કારણે પૂરને અટકાવવાના ઉપાય કરવા જેવા મુદ્દે પણ ચર્ચા થઈ.

આ પણ વાંચો : મુંબઈમાં ૨૦૨૨માં સાઇબર ક્રાઇમમાં ૭૦ ટકાનો વધારો : દેવેન્દ્ર ફડણવીસ

વિધેયકોની માગ
પ્રતિનિધિમંડળે દાનવે સાથે સાવંતવાડી-દિવા ટ્રેન સેવાને દાદર સુધી વિસ્તારિત કરવા, ઝુગ્ગી પુનર્વાસ પ્રાધિકરણ (એસઆરએ) યોજના હેઠળ રેલવે પાટાને કિનારે રહેવાસીઓના પુનર્વાસ અને અન્ય મુદ્દા પર ચર્ચા કરી. વિધેયકોએ એ પણ માગ કરી કે થાણે મુમ્બ્રા સ્ટેશનનું નામ બદલીને મુમ્બ્રા દેવી સ્ટેશન કરવામાં આવશે. દાનવેએ તેમને આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકાર દ્વારા આ આશયનો પ્રસ્તાવ પ્રસ્તુત કર્યા બાદ કાર્યવાહી કરવાહી કરવામાં આવશે.

Mumbai mumbai news maharashtra goa mumbai-goa highway whats on mumbai